SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ મૂળ સૂત્ર : સૂત્રસંવેદના-૨ सकलकुशलवल्ली-पुष्करावर्तमेघो, दुरिततिमिरभानुः, कल्पवृक्षोपमानः । भवजलनिधिपोतः, सर्वसंपत्तिहेतु:, संभवतु सततं वः, श्रेयसे शांतिनाथः । । १ । । અન્વય સહિત શબ્દાર્થ : सकलकुशलवल्ली- पुष्करावर्तमेघो, दुरिततिमिरभानुः, कल्पवृक्षोपमानः । भवजलनिधिपोतः, सर्वसंपत्तिहेतुः स शांतिनाथः सततं वः श्रेयसे भवतु ।। સર્વકલ્યાણરૂપ ફળ આપે તેવી વેલ માટે પુષ્કરાવર્ત મેઘ જેવા, પાપરૂપી અંધકારનો નાશ કરવામાં સૂર્ય સમાન, (સર્વ વાંછિતને આપવા) કલ્પવૃક્ષ તુલ્ય, સંસારસમુદ્રમાંથી તરવા માટે જહાજ તુલ્ય (અને) સર્વસંપત્તિના કારણભૂત એવા તે શાંતિનાથ ભગવાન હંમેશા તમારા ક્લ્યાણ માટે થાઓ. વિશેષાર્થ : સવુંશવૃદ્ધિપુરાવર્તમેયો, - (પ્રભુ) સકલ કુશલરૂપ ફળને આપનારી વેલડીને સિંચવા માટે પુષ્કરાવર્ત મેઘ જેવા છે.’ આ સ્તોત્રમાં સ્તોત્રકાર પાંચ વિશેષણો દ્વારા પરમાત્માની સ્તુતિ કરી છે. તેમાં સૌ પ્રથમ પરમાત્માને સકલ કુશળની વેલ માટે પુષ્કરાવર્ત મેઘ જેવા કહ્યા છે. પુષ્કરાવર્ત મેઘ એટલે પુષ્કળ=ઘણા આવર્તો=ચક્કરો સાથે વરસતો વરસાદ. જ્યારે ઘણા સમય સુધી આવો વરસાદ વરસે ત્યારે તે વરસાદનું પાણી જમીનમાં ખૂબ ઊંડે સુધી પહોંચી જાય છે. તેનાથી જમીન એટલી પોચી અને ફળદ્રુપ બની જાય છે કે, પછી કદાચ ૧૦,૦૦૦ વર્ષ સુધી તે જમીન ઉપર વરસાદ ન વરસે તોપણ ત્યાં વાવણી કરતાં વરસો સુધી ફળ મળ્યા કરે છે. પરમાત્માની વાણી પણ પુષ્કરાવર્ત મેઘ જેવી છે. જે સાધકના આત્મ પ્રદેશો તેનાથી ભીંજાય છે તે સાધકની હૃદયભૂમિ એવી ફળદ્રુપ બને છે કે, તેનાથી અનંત સુખરૂપી ફળો અનંતકાળ સુધી મળ્યા કરે છે. તે આત્મા ટૂંક સમયમાં અનંતસુખનો સ્વામી બને છે. જ્યાં સુધી આ સુખ સુધી ન પહોંચી શકે ત્યાં સુધી પણ સુખની પરંપરાનું સર્જન થયા કરે છે. માટે જ પરમાત્માને સર્વ
SR No.005836
Book TitleSutra Samvedana Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy