________________
જગચિંતામણિ સૂત્ર
तिअलोए अट्ठकोडीओ, छप्पन लक्खा सत्तावणवइ सहस्सा बत्तीस-सय बासीयाइं चेइए वंदे ।।४।।
त्रैलोक्ये अष्टकोटीः षट्पञ्चाशतं लक्षाणि सप्तनवतिं सहस्राणि द्वात्रिंशत्शतं द्वयशीति ચૈિત્યનિ વન્દ્ર જા.
ત્રણ લોકના આઠ કરોડ, છપ્પન લાખ સત્તાણું હજાર બત્રીસોને ધ્યાસી (૮,૫૭,૦૦,૨૮૨) જિનમંદિરોને વંદન કરું છું. ll૪ll
पन्नरसकोडी सयाई बायाल कोडी अडवन्ना, लक्ख छत्तीस सहस्स असीइं सासय-बिंबाइं पणमामि ।।५।।
पञ्चदशकोटीशतानि द्विचत्वारिंशतं कोटी: अष्टपञ्चाशत् लक्षाणि षट्त्रिंशतं सहस्राणि अशीतिं शाश्वत-बिम्बानि प्रणमामि ।।५।। પંદરસો ને બેંતાલીસ કરોડ અઢાવન લાખ છત્રીસ હજાર અને એંશી
(૧૫, ૪૨, ૫૮, ૩૬, 6૮૦) શાશ્વત પ્રતિમાઓને (હું) પ્રણામ કરું છું. આપ વિશેષાર્થ :
રૂછાળ સંવિદ ભાવન! ત્યવંદન કરું - હે ભગવંત આપ ઈચ્છાપૂર્વક મને આજ્ઞા આપી કે, હું ચૈત્યવંદન કરું?
કોઈ પણ કાર્ય કરતાં પહેલાં તે કાર્ય સંબંધી ગુરુને ઈચ્છા જણાવવી અને તે પૂજ્યની આજ્ઞા પ્રાપ્ત કરીને તે કાર્યનો પ્રારંભ કરવો; આ જૈનશાસનની મર્યાદા છે. આ રીતે આજ્ઞા માંગીને ગુરુને આધીન રહીને જ સર્વ અનુષ્ઠાનો કરવાં જોઈએ. કારણ કે, ગુણવાનની પરતંત્રતાપૂર્વક કરાયેલી ક્રિયા જ ગુણપ્રાપ્તિનું કારણ બને છે અને ગુર્વાશામાં જ મારું શ્રેય છે, આવા પ્રકારનો બોધ સ્પષ્ટ થાય છે. - “છાબ' - આ શબ્દ પ્રયોગથી શિષ્ય ગુરુને જણાવે છે કે – “આપ અનિચ્છાએ નહિ, પણ આપની ઈચ્છા હોય તો જ મને આજ્ઞા આપો.” આવા ઉચ્ચારણથી દશવિધ સામાચારીમાંની પ્રથમ ઈચ્છાકાર' સામાચારીનું પાલન પણ થાય છે.
આ શબ્દ સાંભળી ઉત્તમ ક્રિયાને યોગ્ય સમય જાણીને ગુરુભગવંત પણ શિષ્યના ભાવોલ્લાસની વૃદ્ધિ માટે કહે છે કે,