________________
૩૦.
૩૦
સૂત્રસંવેદના-૨
(૬) - તું ચૈત્યવંદન કર.
આ શબ્દ સાંભળીને પોતાના આ કાર્યમાં ગુરુભગવંતની સંમતિ છે જ, તેમ માની, આનંદમાં આવી વિનયસંપન્ન શિષ્ય ચૈત્યવંદનનો પ્રારંભ કરતાં કહે છે - ફ - હું ઈચ્છું છું.
ઈચ્છે' કહી શિષ્ય એમ જણાવે છે કે, ભગવંત ! હું આપની આજ્ઞાનો સ્વીકાર કરું છું. હું આપની આજ્ઞા પ્રમાણે જ કરવા ઇચ્છું છું.
‘છે' - શબ્દ પરમ વિનયનો સૂચક છે. ગુરુભગવંતે “તું ચૈત્યવંદન કર.” એવી આજ્ઞા આપ્યા પછી પણ આજ્ઞા પ્રત્યેના આદરવાળો શિષ્ય આ આજ્ઞાને મૌનપણે સ્વીકારી લેતો નથી, પરંતુ વિનયપૂર્વક કહે છે. આપ જે કહો છો હું તે જ કરવા ઈચ્છું છું. આ રીતે તે આજ્ઞાનો સ્વીકાર કરે છે. નચિંતામણિ - હે જગતમાં ચિંતામણિરત્ન સમાન!
ચોવીસ જિનેશ્વરના વિશેષણવાચક આ પદો સંબોધન બહુવચનમાં છે અને તેનો અન્વયે વાવી નિવર જયંતુ સાથે જોડવાનો છે. તેનાથી હે જગતમાં ચિંતામણિ રત્ન સમાન વગેરે વિશેષણોવાળા ચોવીસે જિનેશ્વરો આપ જય પામો.' - એવો અર્થ પ્રાપ્ત થાય છે.
ન' એટલે જગત, લોક અથવા જીવોનો સમૂહ. ચિંતામણિ !' એટલે ચિંતન માત્રથી ઈષ્ટફળને આપનારું એક રત્ન.
ભગવાનને અહીં ચિંતામણિરત્ન સાથે સરખાવ્યા છે. ચિંતામણિરત્નનું વિધિપૂર્વક સેવન કરવાથી આત્માને જેમ ઈચ્છિત સામગ્રી પ્રાપ્ત થાય છે. તેમ ભગવાનની પણ વિધિપૂર્વક સેવા કરવાથી ઈષ્ટફળની પ્રાપ્તિ થાય છે. જે ભવ્યાત્માઓ ભગવાનને ભાવથી પૂજે છે કે નમસ્કાર આદિ કરે છે, તેઓને ઉત્કૃષ્ટ કોટિનું પુણ્ય (પુણ્યાનુબંધી પુણ્ય) બંધાય છે. આવા પુણ્યના પ્રભાવથી તેઓ જ્યાં સુધી મોક્ષમાં ન જાય ત્યાં સુધી, તેઓ ઈચ્છે કે ન ઈચ્છે, તોપણ તેમને ધર્મ કરવાની સર્વ સામગ્રીથી યુક્ત મનુષ્યભવ, અથવા ઉત્તમ કોટીનો દેવભવ તથા અનેક પ્રકારની ભોગસામગ્રીઓ મળે છે. ભગવાને પ્રબોધેલા ધર્મનું સેવન કર્યા પછીના તેઓના દરેક ભવો સુખસભર હોય છે. સુખની