________________
જગચિંતામણિ સૂત્ર
સામગ્રી મળી હોય તોપણ તે આત્માઓ તેમાં અંજાતા નથી; પરંતુ તેનો ઉપયોગ પણ આત્મસાધના માટે કરે છે. આ રીતે પુણ્યોદયના સહારે ભાવપૂર્વકની ભક્તિ કરીને, વિશિષ્ટ પુણ્યબંધ અને નિર્જરાની પરંપરા દ્વારા તેઓ છેક મોક્ષ સુધી પહોંચી જાય છે. આમ ઈષ્ટ એવા મોક્ષની અને તેના ઉપાયોની પ્રાપ્તિમાં વિશિષ્ટ કારણ પરમાત્મા જ છે. તેથી અહીં પરમાત્માના પ્રભાવને વ્યક્ત કરવા માટે ભગવાનને ચિંતામણિરત્નની ઉપમા આપી છે.
આ પદ બેલતાં સાધક વિચારે કે,
“ચિંતામણી તુલ્ય પ્રભુ મને મળ્યા છે. હવે મારે શી ચિંતા છે. માત્ર વિધિપૂર્વક તેમની આરાઘના કરવાની છે. જો હું આટલું કરીશ તો મને ઐહિક કે પારલૌકિક સર્વ વસ્તુઓ મળવાની જ છે. એમાં કોઈ સંદેહ નથી.”
૩૧
ના-નાહ ! - હે જગતના નાથ !
નાથ એટલે સ્વામી, ધણી, રક્ષણ કરનાર, આશ્રય આપનાર કે યોગ-ક્ષેમ કરનાર. સામાન્યથી જે આપણું યોગ-ક્ષેમ કરે તે આપણા નાથ કહેવાય છે. યોગ એટલે જે પ્રાપ્ત ન હોય તેને પ્રાપ્ત કરાવી આપવું અને ક્ષેમ એટલે જે પ્રાપ્ત થઈ ગયું હોય તેનું રક્ષણ કરવું.
જગતના સર્વ જીવો સુખના અર્થી છે અને સુખ ધર્મથી જ મળે છે અને આ ધર્મના સ્થાપક કે દર્શક જિનેશ્વર પરમાત્મા જ છે. તેથી સાચા અર્થમાં જિનેશ્વર પરમાત્મા જ જગતના નાથ છે કારણ કે, તેઓ જે જીવો ધર્મમાર્ગમાં જોડાયા નથી તેમને ધર્મમાર્ગમાં જોડે છે અને જેઓ ધર્મમાર્ગમાં જોડાયેલા છે તેમની આત્મિક સંપત્તિનું રક્ષણ કરે છે.
જે લઘુકર્મી આત્માઓ વિધિ અને નિષેધ સ્વરૂપ ભગવાનની આજ્ઞાને સમજે છે, અને પોતાની ભૂમિકા અનુસાર કર્તવ્ય-અકર્તવ્યનો વિચાર કરીને યથાશક્તિ જેઓ ભગવાનની આજ્ઞાને પાળે છે, તેવા આત્માઓ માટે જ ભગવાન નાથ છે. જે આત્માઓ ૫૨માત્માને નાથ તરીકે સ્વીકારે છે, તે આત્માઓ સંસારમાં કદી દુઃખી થતા નથી અને ટૂંક સમયમાં જ અનંત સુખને પ્રાપ્ત કરે છે; પરંતુ જેઓનાં કર્મ ભારે હોય અને તેને કારણે જેમણે ભગવાનને નાથ તરીકે સ્વીકાર્યા ન હોય, કદાચ સ્વીકાર્યા હોય તો માત્ર