________________
૩૨.
સૂત્રસંવેદના-૨
શબ્દથી જ સ્વીકાર્યા હોય, પરંતુ તેમની આજ્ઞાને સમજવાની અને સમજીને તઅનુસાર ચાલવાની ઈચ્છા કે પ્રયત્ન પણ ન કર્યો હોય તેવા આત્માઓ માટે જગતના રક્ષક એવા ભગવાન પણ નાથ થઈ શકતા નથી. આ પદ બોલતાં સાધક વિચારે કે,
“જેના માથે નાથ હોય છે દુનિયામાં તે નિર્ભય અને નિશ્ચિત પણે જીવતા હોય છે. હે પ્રભુ ! મેં પણ આપને નાથ તરીકે .
સ્વીકાર્યા છે તેથી મારે હવે કોઈ ચિંતા નથી - કોઈ ભય નથી.” આવા જ ભાવને પૂ. આનંદઘનજી મહારાજે વ્યક્ત કરતાં કહ્યું છે કે,
“થીંગ ઘણી માથે કીયો રે, કુણ ગંજે નર બેટ,
વિમલ જિન દીઠા લોયણ આજ...” ત્રણ જગતના નાથ મારા ધણી છે. તેથી હવે અંતરંગ કે બાહ્ય યુદ્ધમાં મને કોઈ હરાવી શકે તેમ નથી.
ના-ગુર!- હે જગતના ગુરુ ! gorતિ તત્ત્વ કૃતિ : એ વ્યુત્પત્તિ પ્રમાણે જેઓ તત્ત્વનો માર્ગ બતાવે તે ગુરુ. અથવા =અંધકાર અને પ્રકાશ. અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય તે ગુરુ કહેવાય.
પરમાત્માએ સમગ્ર વિશ્વને તત્ત્વજ્ઞાન આપીને અજ્ઞાનના અંધકારથી બચાવી જ્ઞાનના પ્રકાશથી ભરી દીધું છે, માટે પરમાત્મા જગતના ગુરુ છે. આ પદ બોલતાં સાધક વિચારે કે,
“હું કેવો ભાગ્યશાળી છું કે, મને પરમાત્મા જેવા ગુણ મેળ્યા છે, જેમણે વાસ્તવિક તત્ત્વનો બોઘ કરાવીને મને દુ:ખમુક્તિનો અને સુખપ્રાપ્તિનો સાચો રાહ બતાવ્યો છે. સંસારમાં ભગવાન જેવા શ્રેષ્ઠ બીજા કોઈ ગુણ નથી. આવા ગુરુના વચનરૂપ પ્રકાશના માધ્યમે જો હું મારું જીવન ચલાવું તો નક્કી ટૂંક .
સમયમાં દુ:ખભર્યા સંસાથી છૂટી, સુખી થઈ શકે.” આ રીતે અનંત ઉપકારી તરીકે પરમાત્માને જોવાથી પરમાત્મા પ્રત્યેનો અહોભાવ અને આદરભાવ વૃદ્ધિને પામે છે.