________________
૬૦
સૂત્રસંવેદના-૨
સામર્મયોગ. તેમાંથી સામર્થ્યયોગનો ભાવનમસ્કાર તત્કાળ વીતરાગતારૂપ ફળ આપે છે. આ સર્વશ્રેષ્ઠ નમસ્કાર જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સાધક પોતાની ભૂમિકાથી ઉપર ઉપરના નમસ્કારની પ્રાર્થના કરે તે અનુચિત નથી. આથી જ વિતરાગતારૂપ ફળની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ગણધરભગવંતો કે મુનિભગવંતો પણ વારંવાર આ રીતે પ્રાર્થના કરે, તે યોગ્ય જ છે.
“નમોલ્યુ ' બોલતાં આપણે પણ સામર્થ્યયોગના નમસ્કારની ભાવનાપૂર્વક ઈચ્છાયોગનો નમસ્કાર કરીએ છીએ. ઈચ્છાયોગના ભાવપૂર્વકની આવી માંગણી જ ઉચ્ચકોટિના ભાવનમસ્કારમાં વિઘ્ન કરનારાં કર્મોનો નાશ કરાવી એક દિવસ સર્વશ્રેષ્ઠ ભાવનમસ્કારની પ્રાપ્તિનું કારણ બનશે. તેથી શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિની ઈચ્છાવાળા સાધકે આ રીતે પ્રાર્થના કરવી યોગ્ય જ છે.
vi એ માત્ર વાક્યને શોભાવવા માટેનો એક શબ્દ છે. જેમ ગુજરાતીમાં કડીના અંતે રે... લોલ. વગેરે શબ્દો વપરાય છે, તેમ જ એ વાક્યનો અલંકાર છે. નિત્યુ " નો સંબંધ આગળના દરેક પદો સાથે છે. આ શબ્દ બોલતાં, હવે પછી કહેવાશે તે વિશેષણથી યુક્ત અરિહંત ભગવંતોને નજર સમક્ષ લાવી, મસ્તક નમાવી તેમની સામે પ્રાર્થના કરતાં વિચારવું -
“હે નાથ ! હું પૂર્ણાકોટિના ભાવથી યુક્ત નમસ્કાર કરવા તો આજે અસમર્થ છું. તોપણ કંઈક ભાવથી યુક્ત કરાયેલો
મારો આ નમસ્કાર સર્વશ્રેષ્ઠ ભાવનમસ્કાનું કારણ બનો.” 1રિહંતાણં (નમોજુ vi) - અરિહંતોનેn (નમસ્કાર થાઓ)
10. અરિહંતનું વિશેષ સ્વરૂપ “નવકાર મંત્રના પ્રથમ પદના અર્થમાંથી જોઈ લેવું. કોઈક
સ્થળે ‘રિહંતા' ને બદલે અરહંતાઈ ને અહંતાઈ નો પાઠ છે. તે દરેક પાઠ પણ
અરિહંત પદનો વાચક છે, માટે સંગત છે. 11. અહીં અરિહંતાણં વગેરે પદો બહુવચનમાં છે કેમ કે, બહુવચનાંત પદ બોલતાં એકીસાથે ઘણા
અરિહંતો બુદ્ધિમાં ઉપસ્થિત થાય છે. આવી ઉપસ્થિતિ સાધક આત્માને વધુ ભાવનું કારણ બની શકે છે. વળી, જે આત્મ-અદ્વૈતવાદીઓ એવું માને છે કે, આ જગતમાં એક જ આત્મદ્રવ્ય છે. આ એક જ આત્મા જુદા જુદા શરીરમાં ભિન્ન ભિન્ન રૂપે દેખાય છે. જેમ ચંદ્ર એક હોવા છતાં તળાવના પાણીમાં અનેકરૂપે દેખાય છે. તેઓની તે માન્યતા બહુવચનના પ્રયોગથી ખોટી પુરવાર થાય છે, કારણ આત્મા અનંત છે.