________________
નમોહ્યુ ણં સૂત્ર
સામાન્યજન માટે તો યોગ્ય છે, પરંતુ આ સૂત્રના રચિયતા ગણધરભગવંત માટે શું આવી આશંસા યોગ્ય છે ? તેઓ તો પ્રભુઆજ્ઞાના પાલનરૂપ ભાવપૂજા કરી જ રહ્યા છે.
-
તૃપ્તિ : સામાન્ય રીતે વિચારતાં એમ લાગે કે આ વાત સાચી છે, પરંતુ ઊંડાણથી વિચારીએ તો ખ્યાલ આવે કે, ભગવાનની આજ્ઞાના પાલનરૂપ ભાવનમસ્કાર પણ ઉત્કર્ષ-અપકર્ષ આદિ ઘણા ભેદવાળો છે; પરંતુ શાસ્ત્રકારોએ તેના મુખ્ય ૩ ભેદ જણાવ્યા છે ઃ ઈચ્છાયોગ, શાસ્ત્રયોગ,
9. ભાવોની ભિન્નતાના કારણે એક જ ધર્મક્રિયાના અનેક પ્રકારો થઈ શકે છે. આ અનેક પ્રકારોનો સંગ્રહ શાસ્ત્રકારોએ ઈચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગરૂપ ત્રણ યોગમાં કર્યો છે. ઈચ્છાયોગ :
कर्तुमिच्छोः श्रुतार्थस्य ज्ञानिनोऽपि प्रमादतः । विकलो धर्मयोगो यः स इच्छायोग उच्यते ।।३।।
૫૯
શાસ્ત્રયોગ :
:
शास्त्रयोगस्त्विह ज्ञेयो, यथाशक्त्यप्रमादिनः । श्राद्धस्य तीव्र बोधेन वचसाऽविकलस्तथा ।।४।। સામર્થ્યયોગ :
- શ્રી યોગદૃષ્ટિ સમુચ્ચય
शास्त्रसन्दर्शितोपायस्तदतिक्रान्तगोचरः । शक्त्युद्रेकाद्विशेषेण, सामर्थ्याख्योऽयमुत्तमः ।।५।। ૧. ઈચ્છાયોગ : ધર્મ ક૨વાની ઈચ્છા તીવ્ર હોય, ક્રિયા સંબંધી શાસ્ત્રજ્ઞાન પણ હોય, છતાં પણ પ્રમાદાદિ દોષના કારણે ધર્મક્રિયા જે પ્રકારે શાસ્ત્રમાં કરવાની કહી છે, તે પ્રકારે પૂર્ણ કરી ન શકે. પરંતુ ધર્મક્રિયામાં કોઈક અંગોની વિકલતા રહે તેવી ધર્મક્રિયાને ઈચ્છાયોગની ક્રિયા કહેવાય છે.
૨. શાસ્ત્રયોગ : શાસ્ત્રવચનના અત્યંત બોધવાળો અને મોહનીય કર્મના નાશથી વિશિષ્ટ કોટિની શ્રદ્ધા જેને પ્રગટ થઈ છે, તેવો આત્મા પોતાની શક્તિને અનુરૂપ પ્રમાદાદિ ભાવોનો ત્યાગ કરી શાસ્ત્રમાં જે ધર્મક્રિયા જે રીતે કરવાની કહી છે, તે પ્રમાણે કોઈ અંગની વિકલતા રાખ્યા વગર તે રીતે ધર્મક્રિયા કરે તો તેને શાસ્ત્રયોગની ક્રિયા કહેવાય છે.
૩. સામર્થ્યયોગ : મોક્ષનો માર્ગ અતીન્દ્રિય છે. અતીન્દ્રિય એવા આ માર્ગનું જ્ઞાન, શાસ્ત્રથી પણ મર્યાદિત પ્રમાણમાં જ પ્રાપ્ત થાય છે. આત્મશક્તિની જ્યારે પ્રબળતા થાય છે અર્થાત્ આત્માની તીવ્ર શક્તિ જ્યારે પ્રગટે છે ત્યારે અનુભવજ્ઞાન થાય છે. આ અનુભવ જ્ઞાન દ્વારા શાસ્ત્ર બતાવેલા માર્ગથી આગળનો માર્ગ દેખાય છે. તે માર્ગે વિશિષ્ટ પ્રકારના વીર્ય પ્રવર્તાવી ઘાતિ કર્મનો નાશ કરી આત્મા કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે. વિશિષ્ટ પ્રકારના વીર્ય પ્રવર્તનની આ ક્રિયાને સામર્થ્યયોગની ક્રિયા કહેવાય છે.