________________
સૂત્રસંવેદના-૨
વ્યવહારનયથી પ્રતિપત્તિપૂજાનો પ્રારંભ અપુનબંધક અવસ્થાથી થાય છે. જ્યારે નિશ્ચયનયથી સમ્યગ્દષ્ટિ વિરતિવંત આત્માથી જ પ્રતિપત્તિ પૂજાનો પ્રારંભ થાય છે, કેમ કે તેઓ સૂક્ષ્મ રીતે હિંસાદિ પાપોને જાણે છે અને પોતાના આત્મા માટે આ ભાવો અનર્થકારી છે, તેમ માની ભાવપૂર્વક તેનો ત્યાગ કરી શકે છે. ક્ષમા, સંતોષ આદિના સૂક્ષ્મ સ્વરૂપને સમજી, “આ જ ધર્મો આત્માને સુખ આપનાર છે,” તેમ માની તેનો સ્વીકાર પણ કરી શકે છે. આ રીતે સમ્યગુદૃષ્ટિ વિરતિવંત આત્માઓ જ સાચા અર્થમાં ભગવાનના વચનને ઓળખી, તેનું પાલન કરી શકે છે. આ પ્રતિપત્તિપૂજાની પરાકાષ્ઠા ચૌદમાં ગુણસ્થાનકે સર્વસંવરભાવનું સામાયિક આવે ત્યારે થાય છે. કેમ કે, ત્યારે જ સર્વ પ્રકારે આશ્રવનો ત્યાગ કરી જીવ સર્વસંવરને પામી શકે છે.
ટૂંકમાં ‘નમો” એટલે નમસ્કાર કરવા યોગ્ય ભગવાનમાં રહેલ ઉત્તમ ગુણોને પ્રાપ્ત કરવાનો મન-વચન-કાયાનો પ્રયત્ન અથવા આ ચાર પ્રકારની પૂજામાંથી કોઈપણ પ્રકારની પૂજા માટેનો પ્રયત્ન.”
ત્યુ - હો, થાઓ (અરિહંત ભગવાનને મારો નમસ્કાર થાઓ). ‘થાઓ” આ શબ્દ આશંસા કે પ્રાર્થના અર્થમાં વપરાય છે. અહીં ભાવનમસ્કારની પ્રાર્થના કરી છે.
અહીં ‘રેમિ =કરું છું, શબ્દ ન વાપરતાં ‘ગતુ' શબ્દનો પ્રયોગ કર્યો, તેનું કારણ એ છે કે, ‘મસ્તુ' શબ્દના પ્રયોગ દ્વારા પરમાત્માને પ્રાર્થના કરતાં એક પ્રકારની આશંસા વ્યક્ત કરાય છે કે, “ભગવંત ! આપની આજ્ઞાના પૂર્ણ પાલનસ્વરૂપ પ્રતિપત્તિ પૂજા કરવાનું તો આજે મારું સામર્થ્ય નથી. તોપણ, હે પ્રભુ ! નમ્ર ભાવથી કરાતો મારો આ નમસ્કાર સર્વશ્રેષ્ઠ ભાવનમસ્કારનું કારણ બનો!” આમ ‘લતુ' શબ્દ દ્વારા સર્વશ્રેષ્ઠ કોટિના નમસ્કાર કરવાની પોતાની ભાવના-આશંસા વ્યક્ત કરાઈ છે. જિજ્ઞાસા : ભગવાનની આજ્ઞાના પાલનરૂપ ભાવનમસ્કારની પ્રાર્થના
7. વ્યવહારનય-સ્થૂલદૃષ્ટિથી પદાર્થને જુએ છે, માટે બાહ્યથી પણ હિંસાદિથી અટકેલામાં
વિરતિનો પરિણામ સ્વીકારે છે. આ નય બાહ્યક્રિયાદિને પ્રાધાન્ય આપે છે. 8. નિશ્ચયનય-સૂક્ષ્મદ્રષ્ટિથી પદાર્થને જુએ છે, માટે તેઓ તો વિવેકપૂર્વકના ત્યાગને જ
વિરતિ માને છે, તેથી તેઓ પમા ગુણસ્થાનકે જ વિરતિને માને છે. આ નય આત્માના અધ્યવસાયોને પ્રાધાન્ય આપે છે.