________________
તમોત્યુ ણં સૂત્ર
v૭
૧. પુષ્પપૂજ : તાજાં, સુગંધીદાર, અખંડ પુષ્પોથી પરમાત્માની ભક્તિ કરવી, તે પુષ્ય પૂજા છે. પુષ્પના ઉપલક્ષણથી દરેક પ્રકારની અંગપૂજાનો સમાવેશ આમાં થઈ શકે.
૨. આમિષપૂજા : ભોગ્ય વસ્તુથી કરાતી ભગવાનની ભક્તિ તે આમિષ પૂજા કહેવાય છે. કેસર, ચંદન, બરાસ, સુવર્ણ, રજત, મણિ, માણેક, ધૂપ, દીપ, અલંકાર, અક્ષત, ફળ, નૈવેદ્ય, ગીત, નૃત્ય, વાજિંત્ર આદિથી વિવિધ પ્રકારે કરાતી અરિહંતની ભક્તિ તે આમિષપૂજા છે. આમિષના ઉપલક્ષણથી સર્વ અગ્રપૂજાનો સમાવેશ આમાં થઈ શકે છે.
૩. સ્તોત્રપૂજા : જેમાં પોતાના આત્મામાં રહેલી મલિનતાની નિંદા, પરમાત્માના ગુણોની સ્તવના કે પ્રાર્થનાદિ કરવામાં આવે તેવા અર્થગંભીર સ્તોત્ર, સ્તુતિ, છંદ, શ્લોક આદિ વડે પરમાત્માની જે સ્તવના કરાય છે, તે સ્તોત્રપૂજા કહેવાય છે. આ
૪. પ્રતિપત્તિપૂજા : પ્રતિપત્તિ એટલે સ્વીકાર-પાલન. ભગવાનની આજ્ઞાનો સ્વીકાર કરવો, ભગવાનની આજ્ઞાનું પાલન કરવું તે પ્રતિપત્તિ પૂજા છે. | સર્વ જીવોને સદાકાળ માટે સુખી કરવા સર્વજ્ઞભગવંતે શાસ્ત્રોમાં અનેક પ્રકારની આજ્ઞાઓ ફરમાવી છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ વિતરાગસ્તોત્રમાં આ સર્વ આજ્ઞાઓનો સારાંશ એક જ વાક્યમાં જણાવ્યો છે. “ગાશ્રવ: સર્વથા દેવ ૩૫વિશ સંવર:' આશ્રવનો સર્વથા ત્યાગ કરો અને સંવરભાવનો સ્વીકાર કરો !
ભગવાનની આ આજ્ઞાને સર્વ જીવો સમજી શકતા નથી, પરંતુ મોહના સકંજામાંથી જેઓ કાંઈક અંશે છૂટ્યા છે અને અપુનબંધક અવસ્થાને જેઓ પામ્યા છે, તેવા જીવો સ્થૂલથી આ આજ્ઞા સમજી શકે છે. પરિણામે આશ્રવરૂપ હિંસાદિ પાપપ્રવૃત્તિઓને છોડવા યોગ્ય જાણીને, તેઓ તેનો આંશિક ત્યાગ પણ કરી શકે છે તેમજ સંવરભૂત ક્ષમાદિ ધર્મોને આદરવા યોગ્ય જાણી તેનો સ્વીકાર પણ કરી શકે છે.
5 જેનાથી આત્મા કર્મ સાથે સંબંધવાળો થાય તેવાં હિંસા, જૂઠ આદિ પાપો આશ્રવ છે. 6. જેનાથી કર્મ આવતાં અટકે તેવા ક્ષમા, સંયમાદિ ભાવો તે સંવર છે.