________________
સૂત્રસંવેદના-૨
તેઓ કદી અપૂર્ણ છોડતા નથી, પરંતુ કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમનો ઉત્સાહ અકબંધ જળવાઈ રહે છે.
૭૪
૯. દેવ-ગુરુનું બહુમાન : દેવ-ગુરુની આજ્ઞાનું પાલન કરવું તે જ વાસ્તવિક દેવ-ગુરુનું બહુમાન છે. આગળ વધીને તેમની આજ્ઞા અનુસાર પ્રવૃત્તિ કરતા તેમા જેવા પૂર્ણ ગુણ કેળવી તેમના જેવું જ બની જવું તે તેમના પ્રત્યેનું પરાકોટિનું બહુમાન છે. પરમાત્માએ સ્વમાં જ દેવતત્ત્વને અને શ્રેષ્ઠ ગુરુતત્ત્વને નિષ્પન્ન કર્યાં છે. આથી તેઓમાં પરાકાષ્ઠાનું દેવ-ગુરુનું બહુમાન હોય છે.
૧૦. ગંભીરતા : સ્વના ગુણ અને પરના દોષને પચાવવાની શક્તિ તે ગંભીરતા છે. ઉત્તમ પુરુષો ગુણના ભંડાર હોય છે, તોપણ પોતાના ગુણોનું કથન તેઓ કદી કરતા નથી અને અન્યના અનેક દોષોને જોવા છતાં કદી પણ તેઓ તેના ઉપર અણગમો, અપ્રીતિ કે દ્વેષ કરતા નથી, અન્યના દોષને જોઈને તેમના મુખની રેખા પણ પલટાતી નથી. જેમકે ભગવાન મહાવીરદેવ ત્રણ જ્ઞાનના સ્વામી હતા, છતાં માતા-પિતાએ નિશાળે મોકલ્યા ત્યારે હું ભણેલો છું, તેવો અણસાર માત્ર પણ આવવા ન દીધો અને અનેક દોષથી યુક્ત સંગમ ઉપર દ્વેષ તો ન કર્યો, પરંતુ પરમ કરુણાસભર હૃદયવાળા પરમાત્માને આવા દોષપૂર્ણ વ્યક્તિ ઉપર પણ દયા આવી.
આ દશ ગુણો માટેનો પ્રયત્ન તે જ સાચા અર્થમાં પરમાત્માને નમસ્કાર છે. તેથી આ પદ બોલતાં પરમાત્માના આ વિશિષ્ટ કોટિના દશ ગુણોને યાદ કરી, તે સ્વરૂપે રહેલા પરમાત્માને બહુમાનપૂર્વક નમસ્કાર કરી .ભગવાન પાસે એવી પ્રાર્થના કરવી કે -
“હે નાથ ! અનાદિકાળથી આપનામાં રહેલા આ ગુણોનો આપે પૂર્ણ વિકાસ કર્યો છે, આપને કરાતા આ નમસ્કારથી મારામાં પણ આ ગુણોનો વિકાસ થાઓ !”
આવી ભાવના સાથે આ પદ બોલવાથી આ ગુણોની પ્રાપ્તિમાં વિઘ્ન કરનારાં કર્મનો વિનાશ થાય છે અને આપણો આત્મા પણ આ ગુણોને પ્રાપ્ત ક૨વા સમર્થ બને છે.
પુરિસ-સીહાળ (નમોડસ્યુ ”) પરમાત્માઓને મારો નમસ્કાર થાઓ.)
-
પુરુષોમાં સિંહતુલ્ય (એવા