________________
તમોત્યુ ણં સૂત્ર
૭૫
સામાન્ય પશુ કરતાં સિંહમાં ઉત્તમ કોટિના દશ ગુણો પ્રવર્તે છે. ભગવાનમાં પણ ક્યાંય અધિક માત્રામાં આવા જ ગુણો હોય છે, માટે ભગવાન પુરુષોમાં સિંહતુલ્ય છે: પરમાત્મા અને સિંહની તુલના : ૧. સૂર : સિંહ જેમ સેંકડો હાથીના ટોળા સામે એકલો શૌર્ય દાખવતો
હોય છે, તેમ પરમાત્મા ભયંકર કર્મના ઉદયકાળમાં લેશ પણ ગભરાયા વિના તેની સામે પરાક્રમ દાખવનારા હોય છે. આમ ભગવાનની શૂરવીરતા સામાન્ય શત્રુઓ સામે
નથી, પણ જગતને હંફાવનારી એવા કર્મશત્રુ સામે હોય છે. ૨. ક્રૂર : શત્રુના આત્યાંતિક નાશ પ્રત્યે જેમ સિંહ અતિ ક્રૂર હોય
છે, તેમ પરમાત્મા કર્મશત્રના મૂળથી વિનાશ માટે ક્રૂર છે. પરમાત્મા જ્યારે સંયમાદિમાં પ્રવૃત્તિ કરે છે, ત્યારે સંયમાદિમાં વિઘ્ન કરનાર કર્મો ઉદયમાં આવે તોપણ
પરમાત્મા દઢ પ્રયત્નથી તે કર્મોનો નાશ કરે છે. ૩. અસહિષ્ણુઃ સિંહ જેમ જે ક્ષેત્રમાં પોતાનું સ્વામિત્વ હોય ત્યાં પોતાના
શત્રુને સહન કરી શકતો નથી, તેમ પ્રભુ પણ પોતાની ચિત્તભૂમિ ઉપર શત્રુભૂત ક્રોધાદિ કષાયોનો લેશ પણ
પગપેસારો ચલાવી લેતા નથી. ૪. વીર્યવાન : સામાન્ય પશુ કરતાં સિંહનું વીર્ય વિશેષ કોટિનું હોય છે.
આવું વિર્ય જ તેને પોતાના કાર્યમાં ઉત્સાહિત રાખે છે. જેમ સિંહ વીર્યવાન હોવા છતાં બધે જ તેની શક્તિનો વપરાશ નથી કરતો, પરંતુ બળવાન શત્રુ સામે પૂર્ણ વિર્યનો પ્રયોગ કરે છે, તેમ ભગવાન પણ રાગાદિ બળવાન શત્રુ સામે પૂર્ણ
વીર્ય વાપરીને તેનો નાશ કરવા પ્રયત્ન કરે છે. ૫. વીર : વીર શબ્દની વ્યુત્પત્તિ બે રીતે થાય છે -
વિશેષા રાનને તિ વીર - સિંહ જેમ કેશવાળીથી વિશેષ શોભે છે, તેમ પરમાત્મા તપ-સંયમાદિ ગુણોથી વિશેષ શોભે છે.