________________
૧૩૮
સૂત્રસંવેદના-૨
પાર્શ્વનાથ ભગવાનને કરેલી પ્રણામ પણ કેટલું વિશિષ્ટ ફળ આપે છે, તેનું વર્ણન છે. ચોથી ગાથામાં તેમના પ્રભાવે પ્રાપ્ત થતો સમ્યગ્દર્શન ગુણ કેટલો વિશિષ્ટ છે, તેનું કથન છે અને પાંચમી ગાથામાં પાર્શ્વનાથ ભગવાનની સ્તવના કરી અંતે દરેક ભવમાં મને બોધિની પ્રાપ્તિ થાઓ, તેવી પ્રાર્થના કરી છે. भूण सूत्र:
उवसग्गहरं पास, पासं वदामि कम्म-घण-मुक्कं । विसहर-विस-निनासं, मंगल-कल्लाण-आवासं ।।१।। विसहर-फुलिंग-मंतं, कंठे धारेइ जो सया मणुओ । तस्स गह-रोग-मारी-दुट्ठजरा जंति उवसामं ।।२।। चिट्ठउ दूरे मंतो, तुज्झ पणामो वि बहुफलो होइ । नरतिरिएसु वि जीवा, पावंति न दुक्ख-दोगलं ।।३।।
तुह सम्मत्ते लद्धे, चिंतामणि-कप्पपायवब्भहिए ।
पावंति अविग्घेणं, जीवा अयरामरं ठाणं ॥४॥ इअ संथुओ महायस ! भत्ति-भर-निब्भरेण हियएण । ता देव ! दिज बोहिं, भवे भवे पास ! जिणचंद ।।५।।
પદ-૨૦ સંપદા-૨૦ અક્ષર-૧૮૫ અન્વયે સહિત સંસ્કૃત છાયા અને શબ્દાર્થ :
उवसग्गहरं-पासं, कम्म-घण-मुक्कं, विसहर-विस-निन्नासं । मंगल-कल्लाण-आवासं पासं वंदामि ।।१।। उपसर्गहर-पार्श्व, कर्म-घन-मुक्तं, विषधर-विष-निर्माशम् । मंगल-कल्याण-आवासं पार्श्व वन्दे ।।१।। ઉપસર્ગોને દૂર કરનાર પાર્થ યક્ષ છે જેને એવા, (અથવા ઉપસર્ગોને દૂર કરનારું સામીપ્ય છે જેમનું એવા) કર્મોના સમૂહથી મૂકાયેલા, સર્પના વિષનો અત્યંત નાશ કરનાર (તથા) મંગલ અને કલ્યાણના સ્થાનભૂત એવા પાર્શ્વનાથ ભગવાનને હું વંદન કરું છું. ||૧||