________________
શ્રી સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર
૨૮૯
સામર્થ્યથી પરમાત્માના ગુણોમાં લીન થવા રૂપ છે. જ્યારે સર્વ શ્રેષ્ઠ કોટિનો સામર્મયોગનો નમસ્કાર આત્માને પ્રાપ્ત થાય છે, ત્યારે સાધક પરમાત્માના ગુણોમાં-પરમાત્માના સૂક્ષ્મ સ્વરૂપમાં પોતાની ચેતનાને-આત્માને (જ્ઞાનોપયોગને) લીન કરે છે. પરમાત્માના ગુણોમાં લયલીન થવાના કારણે મોહનાં આવરણો આત્માથી દૂર થાય છે અને સંપૂર્ણ રાગાદિ દોષ વિનાની વીતરાગભાવ સ્વરૂપ ચેતના પ્રગટ થાય છે. વીતરાગ સ્વરૂપે ચેતનાનું પ્રગટીકરણ તે જ સંસારનું તરણ છે. સામર્મયોગ દ્વારા એક જ વાર કરાયેલો નમસ્કાર સ્ત્રી હોય કે પુરુષ, કોઈને પણ સંસારસાગરથી આ રીતે તારી શકે છે.
અહીં જે નમસ્કારની વાત કરી તે અત્યંત દુર્લભ એવા સામર્થ્યયોગના નમસ્કારની વાત છે. આ નમસ્કાર સુધી પહોંચવું કઈ રીતે, તે જાણવાની ઉત્સુકતા જિજ્ઞાસુને થાય તે સહજ છે. તેનું સુખદ સમાધાન એ છે કે, આ નમસ્કાર સુધી પહોંચવા માટે હંમેશા પરમાત્માના ગુણોનો વિચાર કરવો, પરમાત્માના ગુણો પ્રત્યેનો આદર પ્રગટાવવા ઉત્તમ દ્રવ્યોથી પ્રભુની પૂજા કરવી, ગંભીર સ્વરે સ્તુતિ, સ્તવન ગાવાં, એમનો જાપ કરવો, એમનું ધ્યાન કરવું અને યથાશક્તિ તેમના વચનાનુસાર જીવન જીવવા પ્રયત્ન કરવો. આ રીતે પ્રયત્ન કરતાં ધીમે ધીમે ચિત્ત પરમાત્માના ગુણો પ્રત્યે આકર્ષાય છે અને તેમના ગુણો પ્રત્યેનો આદરભાવ વધે છે. આદરભાવ વધતાં મોદાદિ દોષો નબળા પડે છે. મોહ નબળો પડતાં પુનઃ પરમાત્માની ભક્તિનો પ્રકર્ષ થાય છે. આ રીતે ક્રમિક વિકાસ થતાં એક દિવસ આ સામર્મયોગનો નમસ્કાર ચોક્કસ પ્રાપ્ત થઈ શકે છે.
દિગંબર સંપ્રદાયની એવી માન્યતા છે કે, સ્ત્રીઓ અલ્પસત્ત્વવાળી, અત્યંત પરિગ્રહવાળી અને તુચ્છ સ્વભાવવાળી હોવાથી તેમની મુક્તિ થતી નથી. “નારિ વા” શબ્દોના ઉલ્લેખ દ્વારા, તેમની આ માન્યતા અયોગ્ય છે, તે સાબિત થાય છે - સીતા, અંજના, અનુપમા દેવી જેવી મહાસતીઓ મહાસત્ત્વવાળી, ઉદારતાદિ અનેક ગુણવાળી અને મૂર્છારૂપ પરિગ્રહથી રહિત જોવા મળે છે. તેથી સ્ત્રીને પણ મોક્ષસુખની પ્રાપ્તિ માનવામાં શાસ્ત્રમાં કોઈ બાધ નથી. અનેક ગુણવાન સ્ત્રીઓ મોક્ષમાં ગયાના ઉલ્લેખો પણ મળે જ છે. આ ગાથા બોલતાં સાધક વિચારે કે -
વિશિષ્ટ કોટિનો એક જ નમસકાર જો સંસારસાગરથી .
આત્માને તારી શકતો હોય તો સૌ પ્રથમ હું તેવા પ્રકારના 6. ઈચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્મયોગની વિશેષ સમજ ‘નમોલ્યુ ' સૂત્રમાંથી મેળવવી.