________________
૨૯૦
સૂત્રસંવેદના-૨
- નમસ્કાર માટે જે પ્રયત્ન કરું. જેથી હું પણ આ ભયાવહ
સંસારસાગર તરી શકું ?” વીર પ્રભુની સ્તવના કર્યા બાદ હવે ગિરનાર મંડન નેમિનાથ ભગવાનની સ્તુતિ કરતાં કહે છે -
તિસે-દિરે તિવા ના નિરીદિયા ન - ઉજ્જયંત પર્વતના શિખર ઉપર જેના દીક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષકલ્યાણક થયાં છે. તે નેમનાથ ભગવાનને હું નમસ્કાર કરું છું.)
તીર્થંકર પરમાત્માનાચ્યવન,જન્મ, દક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષ - આ પાંચ પ્રસંગો અનેક જીવોના કલ્યાણનું, સુખનું-આનંદનું કારણ હોઈ તેને કલ્યાણક કહેવાય છે.
પરમાત્મા માતાના ગર્ભમાં પધાર્યા છે, તેનું જ્ઞાન દેવેન્દ્રને પણ આનંદ આપે છે. પ્રભુના જન્મની વધામણી માતા-પિતા કે નગરજનોને તો આનંદ આપે, પરંતુ ભૌતિક સુખમાં મહાલતાં દેવો અને દેવેન્દ્રો પણ પ્રભુજન્મના સમાચારથી આનંદિત બની, દૈવિક સુખોને છોડી પોતાના જન્મને કૃતાર્થ કરવા મૃત્યુલોકમાં પ્રભુનો જન્મ-મહોત્સવ કરવા દોડીને આવે છે. પ્રભુના દીક્ષાના, કેવળજ્ઞાનના અને મોક્ષના પ્રસંગોનું વર્ણન તો શાસ્ત્રના પાને વાંચીએ તો ખ્યાલ આવે કે, આ પ્રસંગો કેટલા જીવોના સુખનું કારણ બને છે ! અન્ય જીવોની વાત તો જવા દો, પરંતુ જ્યાં સદા માટે ગાઢ અંધકાર છે, જ્યાં સદાકાળ માટે જીવોને દુઃખ છે, તેવી નરકમાં પણ પ્રભુના દરેક કલ્યાણક પ્રસંગે પ્રકાશ થાય છે. એક ક્ષણ માટે તે જીવો પણ સુખનો અનુભવ કરી શકે છે. માટે જ ભગવાનની આ સર્વ અવસ્થાને કલ્યાણક કહેવાય છે.
આ અવસર્પિણીના બાવીસમા તીર્થંકર શ્રીનેમનાથ ભગવાનના મહાવ્રતના સ્વીકારસ્વરૂપ દીક્ષાકલ્યાણક, વાતિકર્મનો નાશ કરી કેવળજ્ઞાનની પ્રાપ્તિસ્વરૂપ કેવળજ્ઞાન કલ્યાણક અને સર્વ કર્મનો નાશ કરી નિર્વાણગમનસ્વરૂપ મોક્ષ કલ્યાણક, આ ત્રણે કલ્યાણકો ઉજ્જયંતગિરિ ગિરનાર ઉપર થયાં છે.
આ પદ બોલતાં નેમનાથ ભગવાનનું સાધનાક્ષેત્ર, કેવળજ્ઞાનની ભૂમિ અને મોક્ષપ્રાપ્તિનું સ્થાન સ્મૃતિમાં આવે છે. રાજૂલને પરણવા ગયેલા નેમકુમાર જીવો પ્રત્યેની કરુણાને કારણે ત્યાંથી પાછા ફર્યા. વર્ષીદાન દેવાનું ચાલું કર્યું અને રેવતગિરિ ઉપર જઈ સંયમ જીવનનો સ્વીકાર કર્યો. ત્યાં જ કર્મક્ષય 7. नारका अपि मोदन्ते यस्य कल्याण पर्वेषु ।
- વીતરાગ સ્તોત્ર-૧૦-૭