________________
કલ્યાણ-કંદં સૂત્ર
સૂત્ર પરિચય :
આ સૂત્રની પ્રથમ ગાથામાં પાંચ જિનેશ્વરભગવંતને ભક્તિપૂર્વક વંદના કરવામાં આવી છે, તેથી તેને “પંચ જિનસ્તુતિ” પણ કહેવાય છે.
આ સૂત્ર ચાર સ્તુતિ સ્વરૂપ છે. આવી રચનાને થોયનો જોડો કહેવાય છે. તેની પ્રથમ ગાથામાં અધિકૃત જિનની સ્તુતિ (સ્તવન) છે. જે પરમાત્માને ઉદ્દેશીને દેવવંદન કરાતું હોય, તે પરમાત્માના ગુણની સ્તવનાને અધિકૃત જિનસ્તવના કહેવાય છે. પરમાત્મા પ્રત્યે ભક્તિભાવની વૃદ્ધિ માટે કરાતાં ચૈત્યવંદનમાં પ્રથમ “નમોલ્યુ ' સૂત્ર દ્વારા પરમાત્માના ગુણોનું સ્મરણ કરવામાં આવે છે. ત્યારપછી તેમના વંદન, પૂજન, સત્કાર આદિથી થતા લાભ માટે કાયોત્સર્ગ કરાય છે ત્યારબાદ વિશેષ ભક્તિભાવથી અધિકૃતજિનની આ પ્રથમ સ્તુતિ બોલવામાં આવે છે.
ચોવીસ તીર્થંકર ભગવંતો ગુણથી સરખા છે. તેથી અધિકૃત જિન જેમ ઉપકારક છે, તેમ ગુણની દૃષ્ટિએ ચોવીસે પણ જિનેશ્વરો જગતના જીવો માટે ઉપકારક છે. તેથી અધિકૃતજિનની સ્તુતિ કર્યા પછી, આ ચોવીસે જિનની સ્તવના કરવા માટે લોગસ્સ' સૂત્ર બોલી કાયોત્સર્ગ કરી સર્વ જિનના ગુણગાન સ્વરૂપ બીજી સ્તુતિ બોલાય છે.
ભગવાન જેમ સંસારસાગરથી તારનાર છે, તેમ તેમના વચનરૂપ શ્રુતજ્ઞાન પણ ભવ્ય જીવોને સંસારસાગરથી તારવામાં પ્રબળ નિમિત્ત છે. તેથી