________________
૧૧૮
સૂત્રસંવેદના-૨
“હે નાથ ! બહુમાનપૂર્વક આપને કરાયેલો આ નમસ્કાર અમાણ રાગ, દ્વેષ, અજ્ઞાન આદિ દોષના નાશને કારણે
બનો !” આ પદ બોલીને પરમાત્માને નમસ્કાર કરી, તેમના વચનને અનુસરી, હું પણ આવા ભાવને પામું; એવો ભાવ વ્યક્ત કરવાનો છે.
આ બન્ને પદો દ્વારા સ્તોતવ્ય સંપદાની “સકારણ સ્વરૂપ સંપદા કહેવાઈ. સકારણ એટલા માટે કહેલ છે કે, જ્યારે ભગવાન શ્રેષ્ઠ જ્ઞાન-દર્શનને ધારણ કરનારા થાય છે, ત્યારે જ સ્તુતિ કરવા યોગ્ય થાય છે અને વર જ્ઞાનદર્શનધરપણું છ% (છાઘસ્થિકભાવ) ગયા વિના પ્રાપ્ત થતું નથી.
હવે પછીનાં પદો દ્વારા ભગવાને જે ફળ પ્રાપ્ત કર્યું છે, તે જ ફળ તેઓ પોતાના ભક્તને આપે છે, તે જણાવતાં - “આત્મતુલ્ય-પરફલ-કર્તુત્વ' નામની આઠમી સંપદાને કહે છે - .
નિપાપ નાવિયા (નમોજુ ) ; (અંતરંગ શત્રુઓને) જીતનારા અને જીતાડનારા પરમાત્માઓને (મારો નમસ્કાર થાઓ.)
આ સંસારમાં પ્રાપ્ત થતાં જન્મ, મરણ, આધિ, વ્યાધિ આદિ સર્વ દુઃખોનું મૂળ કારણ રાગ, દ્વેષ આદિ અંતરંગ શત્રુઓ છે. શ્રી તીર્થંકરદેવે આ શત્રુઓને સ્વયં જીતી લીધા છે અને સદુપદેશ આદિ દ્વારા યોગ્ય આત્માઓને આ કષાયોથી જીત મેળવવામાં માર્ગદર્શન આપવારૂપે સહાય પણ કરી છે, તેથી તે અંતરંગ શત્રુને જીતનાર અને જીતાડનાર બન્ને કહેવાય છે.
જૈનશાસનમાં ઈશ્વરતત્ત્વની આ મહાનતા છે કે, તેઓ ઉપાસના કરનાર આત્માને પોતાના તુલ્ય જ બનાવે છે. પરમાત્માએ સ્વયં તો રાગાદિના વિજયની સર્વશ્રેષ્ઠ સાધના કરી, પરંતુ યોગ્ય એવા અનેક આત્માઓને પણ આ રાગાદિના સકંજામાંથી મુક્ત કરાવી પોતાના જેવા જ બનાવ્યા છે, બનાવે છે.
તિof તારા (નમોહ્યુ ) - સંસાર સાગરથી તરેલા અને બીજાને તારનારા એવા પરમાત્માઓને (મારો નમસ્કાર થાઓ.)
પરમાત્મા સ્વયં તો સંસારસાગરથી તરેલા છે જ; પરંતુ ધર્મદેશના અને ગુણસંપન્નતા દ્વારા અનેકને સંસારસાગરથી તારનારા પણ છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી પરમાત્માનો મોક્ષ તો નિશ્ચિત હોય છે, તોપણ પરમ કૃપાળુ