________________
૧૬૪
સૂત્રસંવેદના-૨
ઈષ્ટફળની પ્રાપ્તિ, લોકવિરુદ્ધ કાર્યનો ત્યાગ, ગુરુજનની પૂજા, પરાર્થકરણ, સદ્ગુરુનો યોગ અને તેમના વચનની સેવા - (આ સર્વે) મોક્ષ ન મળે ત્યાં સુધી અખંડિતપણે પ્રાપ્ત થાઓ.
वीयराय ! जइ वि तह समये नियाण-बंधणं वारिजइ । तह वि मम भवे भवे तुम्ह चलणाणं सेवा हुन ।।३।। वीतराग ! यद्यपि तव समये निदान-बन्धनं वार्यते ।। तथापि मम भवे भवे तव चरणयोः सेवा भवतु ।।३।।
હે વીતરાગ ! જો કે આપના શાસ્ત્રમાં નિયાણું કરવાનો નિષેધ કરેલ છે, તોપણ મને ભવોભવ આપના ચરણોની સેવા પ્રાપ્ત થાઓ. नाह ! तुह पणाम-करणेणं मह दुक्ख-क्खओ, कम्मक्खओ। समाहि-मरणं च बोहि-लाभो अ एअं संपजउ ।।४।। નાથ ! તવ પ્રણામ-રન મમ ૩-ક્ષ:, #ર્મ-ક્ષય: | समाधिमरणं च बोधि-लाभश्च एतद् सम्पद्यताम् ।।४।।, .. હે નાથ ! આપને પ્રણામ કરવાથી મને દુઃખનો ક્ષય, કર્મનો ક્ષય, સમાધિમરણ અને બોધિનો લાભ – એ (સર્વ) પ્રાપ્ત થાઓ.
सर्वमङ्गलमाङ्गल्यं, सर्वकल्याणकारणम् । सर्वधर्माणां प्रधान, जैनं शासनं जयति ।।५।।
સર્વ મંગલોમાં માંગલ્યભૂત, સર્વ કલ્યાણોના કારણભૂત, સર્વ ધર્મોમાં પ્રધાનભૂત એવું જૈનશાસન જય પામે છે. વિશેષાર્થ :
નય વીરાય ! - હે વીતરાગ' ! આપનો જય થાઓ !
હે વીતરાગ ! આ શબ્દ દ્વારા ભગવાનને સંબોધન કરવામાં આવ્યું છે. સંબોધન દૂર રહેલી વ્યક્તિને નજીકમાં બોલાવવા માટે તેમજ નજીકમાં રહેલી વ્યક્તિનું ધ્યાન ખેંચવા વપરાય છે. ભગવાન તો આપણાથી સાત રાજલોક દૂર
1. વીતરાગ -
वीतोऽपेतो रागो यस्य स वीतरागः - વિત એટલે ચાલ્યો ગયો છે રાગ જેનો તે વીતરાગ.