________________
જયવીયરાય સૂત્ર
છે, તો પણ ભક્તિભાવથી અને જ્ઞાનના ઉપયોગથી ભગવાનને હૃદય-મંદિરમાં સ્થાપન કરવા માટે આ શબ્દ દ્વારા પ્રભુને સંબોધીને ભક્ત કહે છે કે, “હે વીતરાગ ! ઔપનો જય થાઓ !” જો કે વીતરાગ પરમાત્માએ રાગાદિ શત્રુ ઉપર સ્વયં વિજય મેળવેલો જ છે. તો પણ, જેમ વિજયવંત રાજા પાસે જતો પ્રજાવર્ગ જ્યારે રાજાને કહે છે, ‘હે રાજન્ ! આપનો જય થાઓ ! આપનો વિજય થાઓ !' ત્યારે આ શબ્દો રાજાના જયને પ્રાપ્ત કરાવવા માટે નથી બોલાતા, પરંતુ રાજા પ્રત્યેના આદર અને બહુમાનપૂર્વક રાજાના રાજ્યના વિસ્તારની ઈચ્છાથી બોલાય છે, તે જ રીતે ભગવાન માટે બોલાયેલા આ શબ્દો ભગવાન પ્રત્યેના આદર અને બહુમાનભાવને વ્યક્ત કરનારા છે, વળી આ શબ્દ દ્વારા સાધક એવી ઈચ્છા વ્યક્ત કરે છે કે, ભગવાનનું શાસન આ જગતમાં વિસ્તાર પામો ! અર્થાત્ ઘણા જીવો ભગવાનના આ શાસનને સ્વીકારી અનંતકાળનું સુખ મેળવો !.
અથવા
આ શબ્દો દ્વારા સાધક પરમાત્માને વિનંતી કરે છે - “હે નાથ ! આપ મારા હ્રદય મંદિરમાં બિરાજો ! આપની આજ્ઞાને મારા ચિત્તમાં પ્રવર્તાવો, જેથી અનંતકાળથી અડ્ડો જમાવીને બેઠેલા પેલા મોહમાતંગનો (મોહરૂપી જંગલી હાથીનો) મને કોઈ ભય ન રહે. આજ સુધી મારા ઉપર આક્રમણ કરી તેણે મને ઘણી રીતે પીડા પમાડી છે. આજ સુધીના હુમલામાં સદા તેનો જ વિજય થયો છે. પણ હે નાથ ! જો આપ મારી સાથે હશો, મારા મન મંદિરમાં પધાર્યા હશો, તો મોહની તાકાત નથી કે, મને હરાવી શકે. આપની હાજરીમાં હવે મારો વિજય ` નક્કી છે.” આ જ ભાવમાં પૂજ્ય મહોપાધ્યાય યશોવિજયજી મહારાજાએ કહ્યું છે.
તુજ વિના મેં બહુ દુઃખ લહ્યાં તુજ મિલે તે કેમ હોય રે ? તું મુજ હૃદયગિરિમાં વસે સિંહ જો પરમ નિરીહ રે.
૧૬૫
કુમત માતંગના જૂથથી તો કિશી પ્રભુ મુજ બિહ રે... ?
- (સીમંધરસ્વામીના ૧૨૫ ગાથાના સ્તવનની ૧૧મી ઢાળ)
આવા ભાવો પૂર્વક સાધક વાસ્તવમાં તો પ્રભુના જય દ્વારા મોહ સામેના યુદ્ધમાં