________________
૨૪૨
સૂત્રસંવેદના-૨ .
“હે પ્રભુ ! આ સંસારરૂપી દાવાનળમાં બળતાં એવા મને તારી વાણીરૂપ પાણી વિના કોઈ ઠારી શકે તેમ નથી, મોહની ધૂળથી ખરડાયેલા મને તારા સ્વરૂપના ચિંતન, મનન કે ઘ્યાન વિના કોઈ ચોક્ખો કરી શકે તેમ નથી અને મારામાં રહેલી માયા કે વક્રતાના ભાવને તારા દર્શાવેલા શુભાનુષ્ઠાનો સિવાય કોઈ કાઢી શકે તેમ નથી. તેથી મેરૂ જેવા ઘીર હે નાથ ! હૃદયના ઊંડાણથી આપને નમસ્કાર કરી વિનવું છું કે, મારાં મન-વચન-કાયાના યોગોને તારા વચનાનુસાર પ્રવર્તાવી શકું એવું બળ આપજો”
વીરભગવાનની સ્તુતિ કર્યા પછી બીજી ગાથામાં ચોવીશ ભગવાનની સ્તુતિ કરતાં કહે છે.
માવાવનામ-સુર-હાનવ-માનવેન-ચૂહા-વિહોણ-ક્ષમાહિ
मालितानि ભાવથી નમેલા સુરેન્દ્રો, દાનવેન્દ્રો અને નરેન્દ્રોના મુગટમાં રહેલી ચપલ કમળની શ્રેણીવડે પૂજાયેલા॰ (એવા જિનેશ્વરોનાં ચરણકમલોને હું નમસ્કાર કરું છું.)
આ જગતમાં ભૌતિકસુખની પરાકાષ્ઠા દેવલોકમાં છે. તેમાં પણ સર્વશ્રેષ્ઠ ભૌતિકસુખ દેવોના ઇન્દ્રો-દેવેન્દ્રો પાસે હોય છે. મનુષ્યલોકના શ્રેષ્ઠ સુખો નરેન્દ્રો અને ચક્રવર્તીઓ પાસે હોય છે. આવા દેવેન્દ્રો, દાનવેન્દ્રો અને નરેન્દ્રો પણ પ્રભુના ચરણકમળને ભાવપૂર્ણ હૃદયે નમસ્કાર કરે છે. કેમકે, તેઓ સમજે છે કે, ‘પ્રભુ પાસે જે અનંતું આધ્યાત્મિક સુખ છે તે જ સાચું સુખ છે, તે જ કાયમી રહેનારું છે અને દુઃખની ભેળસેળ વિનાનું સુખ છે. તેમના સુખ આગળ અમારા ભૌતિક સુખના ખડકલા પણ કોઈ કિંમતના નથી. વળી, અમારું આ સુખ ક્યારે જશે અને તેમાં કયું દુ:ખ આવી પડશે તેની અમને કોઈ ખબર નથી. માટે અમારે પણ આવું સુખ જોઈતું નથી; પરંતુ પ્રભુ પાસે જે સુખ છે તે 3. આ ગાથામાં નમામિ ક્રિયાપદ છે અને બિનરાન-પનિ તેનું કર્મ છે.
4.
-
भावावनाम-सुर-दानव-मानवेन- चूला-विलोल-कमलावलि-मालितानि
(8)
(૨) સંપૂરિતામિનત-જો-સમીહિતાનિ
(૩) તાનિ, પદો તે ‘નિનરાન-પનિ’ નાં વિશેષણો છે.
-
ભાવ એટલે સદ્ભાવ કે ભક્તિ. તેના વડે નમેલા, તે માવાવનામ અને તેવા સુર-વાનવ-માનવેન એટલે સુર, વાનવ અને માનવના ફૅન-સ્વામી, પતિ. તેમની પૂરૂ એટલે શિર-શિખા કે શિરનું