________________
શ્રી સંસારદાવાનલ સ્તુતિ
જ્યારે ક્રિયાના માર્ગે જોડાય છે, ત્યારે પ્રારંભમાં આ ક્રિયાઓ તેને કષ્ટકારી લાગે છે. સમય અને શક્તિના નિરર્થક વ્યય સમાન લાગે છે, પરંતુ જ્ઞાન અને શ્રદ્ધાપૂર્વક વારંવાર આ ક્રિયાઓ કરતાં તેનાથી ઘણા શુભ ભાવો પ્રગટ થાય છે. શુભ ભાવમાં સ્થિરતા આવતાં પૌદ્ગલિક આનંદ તુચ્છ અને વિડંબનારૂપ લાગે છે. પરિણામે અશુભ ભાવો નાશ પામે છે અને મનના વિકલ્પો ઘટતા જાય છે. સમતા આદિ અનેક ગુણોનો સાક્ષાત્ અનુભવ થાય છે. આત્મા પોતાનો વાસ્તવિક આનંદ અનુભવી શકે છે. આથી માયા ટળે છે, કર્મનાં બંધનો નાશ પામે છે અને આત્મા પરમસુખના સાગરમાં ડૂબે છે.
૨૪૧
આ રીતે પ્રભુએ બતાવેલા શુભ-અનુષ્ઠાનો માયારૂપી ભૂતળને ભેદવામાં હળ સમાન છે.
જિજ્ઞાસા : અહીં સંસારને દાવાનળ કહ્યો, મોહને ધૂળ કહી અને માયાને પૃથ્વીની ઉપમા આપી. આ ત્રણે ભાવો અલગ છે કે સંસારરૂપ છે ?
તૃપ્તિ : વાસ્તવમાં મોહ કે માયા સંસારથી કોઈ ભિન્ન ભાવ નથી. સંસાર સ્વરૂપ જ છે. આમ છતાં અનંત દોષયુક્ત સંસારને ભિન્ન ભિન્ન સ્વરૂપે યાદ કરવા સંસાર, મોહ અને માયા જુદાં બતાવ્યાં લાગે છે અને વીર ભગવાનનું ધ્યાન, તેમના વચનાનુસારી જીવન કે સન્ક્રિયા - આ ત્રણેય, ઉપરોક્ત ત્રણેય ભાવોને નિર્મૂળ કરી શકે છે. માટે જ (આ ત્રણેય ભગવાન સંબંધી હોઈ) ભગવાનને તેનો નાશ કરનાર પાણી, પવન અને હળની ઉપમા આપી છે.
નમામિ વીર શિરિ-સર-થીમાં - (પર્વતોમાં) શ્રેષ્ઠ એવા મેરુપર્વત જેવા ધીર, વીર ભગવાનને (હું) નમસ્કાર કરું છું.
પ્રચંડ પવનથી જેમ મેરુ ડગતો નથી તેમ અનેક પ્રકારના ઉપસર્ગ અને પરિષહોની ઝડીઓ વરસવા છતાં મહાવીર્યયુક્ત પ્રભુ પોતાના સાધનામાર્ગથી લેશ પણ ચલાયમાન થતા નથી. સર્વ સ્થિતિમાં જેઓ સમતાભાવમાં લીન રહે છે, તે વીર પ્રભુને હું નમસ્કાર કરું છું.
આ ચાર વિશેષણોના સ્મરણપૂર્વક ભગવાનને નમસ્કાર કરવાથી તે તે ગુણોથી યુક્ત ભગવાન પ્રત્યે અત્યંત બહુમાનભાવ થાય છે અને તે તે ગુણોનું બહુમાન જ અજ્ઞાન આદિ દોષોનો નાશ કરાવી ગુણપ્રાપ્તિનું કારણ બને છે. આ ગાથા બોલતાં સાધક વિચા૨ે કે,