SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રસંવેદના-૨ તેનાથી મોહનીય કર્મનો નાશ થાય છે અને ક્ષાયિક ભાવના ગુણો પ્રગટ થાય છે. જે આત્માને અનંતકાળ માટે સુખી કરે છે. આ રીતે પ્રચંડ પવન ફુંકાતા જેમ ધૂળના ઢગલા ય વિખરાઈ જાય છે, તેમ પરમાત્માના વચનથી થએલું તેમના સ્વરૂપનું જ્ઞાન, તેના માધ્યમે થયેલું પોતાના સ્વરૂપનું ભાન અને તેની પ્રાપ્તિ માટે થતું શુદ્ધ સ્વરૂપનું-પરમાત્માનું ધ્યાન મોહરૂપી ધૂળને દૂર કરે છે. ૨૪૦ માયા-રસા-વારળ-સાર-સી હળરૂપ. (વીર પરમાત્માને હું નમસ્કાર કરું છું.) – માયારૂપી પૃથ્વીને ખેડવામાં શ્રેષ્ઠ માયા એટલે કપટ, વંચકતા, ઠગવું – આ બધા સમાનાર્થી શબ્દ છે અને માયાનો બીજો અર્થ વક્રતા થાય છે. સામાન્યથી લોકો એવું માને છે કે, માયા-કપટ કરનાર જીવ બીંજાને ઠગે છે, પરંતુ જ્ઞાની પુરુષો કહે છે કે, માયા કરનાર બીજાને ઠગે કે ન ઠગે, પોતાની જાતને તો ઠગે જ છે, માયા કરી, કર્મ બાંધી તે જીવ સ્વયં પોતાના આત્માનું જ અહિત કરે છે, પોતાના આત્માને જ તે દુઃખી કરે છે. માયાનો બીજો અર્થ છે વક્રતા. અનાદિકાળથી જીવને સુખની ઈચ્છા હોવા છતાં તે સુખ પ્રાપ્તિના સાચા રસ્તે ચાલતો નથી, આ જ તેની વક્રતા છે. આત્મા પોતાના ક્ષમાદિ ગુણોથી જ સુખી થઈ શકે છે. તો પણ અંતરમાં રહેલી માયા આ ક્ષમાદિ ગુણોની ઉપેક્ષા કરાવી કાષાયિક ભાવો તરફ લઈ જાય છે. ગુરુભગવંતનાં વચનોનું શ્રવણ કરીને ક્યારેક જીવ ધર્મકાર્યનો પ્રારંભ પણ કરે છે, ત્યારે પણ આ માયા, દોષ નાશ અને ગુણપ્રાપ્તિરૂપ ધર્મના ફળને પામવા દેતી નથી, બલ્કે માન આદિ દોષોનું પોષણ કરાવે છે. પૃથ્વીનું વિદારણ-ભેદન જેમ તીક્ષ્ણ હળ વિના સંભવિત નથી, તેમ અનાદિકાળથી આત્મામાં પ્રવર્તતી માયાનું વિદારણ ભગવાને બતાવેલા સન્ક્રિયારૂપ માર્ગ વિના સંભવિત નથી. શાસ્ત્રજ્ઞાનને પ્રાપ્ત કરી, સાધક 2. માયા એ જ રસા તે માયા-રસા, તેનું દારણ તે માયા-રસા-વારળ. તેને માટે સાર-સીર, માયારસા-વારળ-સાર-સીર. માયા એટલે છલ, કપટ, દગો કે શાક્ય. કેટલાક કર્મને પણ અવિદ્યા કે માયાના નામથી ઓળખે છે. તે અર્થ પણ અહીં સંગત છે. રસ એટલે પૃથ્વી કે ધરતી. વારળ-તોડવાની ક્રિયા. દારવું એટલે વિદારવું, તોડવું, ટૂકડા કરવા કે ફાડી નાખવું. તેની જે ક્રિયા તે વારળ. સાર-ઉત્તમ. સૌર-હળ, હળનો અગ્રભાગ કે જેના વડે પૃથ્વી ખોદાય છે. જમીનમાં કઠણ પડો ઉત્તમ પ્રકારના હળ વડે જલદી તૂટી જાય છે. તેમ શ્રીમહાવીર પ્રભુ માયારૂપી પૃથ્વીનાં પડો શીવ્રતાથી તોડનારા છે.
SR No.005836
Book TitleSutra Samvedana Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy