________________
શ્રી પુફખરવરદી સૂત્ર
૨૬૫
જાળને બરાબર જુએ છે, જાણે છે અને સત્ત્વને ખીલવી તેનો નાશ પણ કરી શકે છે. વિષમકોટિની આ મોહજાળને ભેદવાનું સામર્થ્ય જેનાથી પ્રગટે છે, તે શ્રુતજ્ઞાનને હૃદયના સદ્ભાવપૂર્વક આ પદ દ્વારા આપણે પ્રણામ કરવાનો છે.
જિજ્ઞાસા : શ્રુતજ્ઞાનનું કાર્ય તો બોધ કરાવવાનું છે, તેથી શ્રુતજ્ઞાનથી મોહનો નાશ કેવી રીતે થઈ શકે ?
તૃપ્તિઃ વાત સાચી છે. શ્રુતજ્ઞાનનું સાક્ષાત્ કાર્ય તો પદાર્થનો સમ્યગુ બોધ કરાવવાનું છે. સમ્યગું પ્રકારે થયેલો પદાર્થનો બોધ જ તે પદાર્થમાં મોહ ઉત્પન્ન થવા દેતો નથી. જડ પદાર્થોમાં જે આસક્તિ થાય છે અને રાગાદિ કષાયો જે મીઠા લાગે છે તેનું કારણ સાચી સમજનો અભાવ છે. શ્રુતજ્ઞાન વસ્તુસ્થિતિનું સાચું જ્ઞાન આપે છે. તેથી જ શ્રુતજ્ઞાનનો અભ્યાસી જડ પદાર્થમાં કદી લપાતો નથી અને આત્માના ગુણોમાં પ્રવૃત્તિ કર્યા વિના રહેતો નથી. શ્રતના સહારે આ સ્વભાવમાં થતી પ્રવૃત્તિ અને વિભાવથી થતી નિવૃત્તિ જ મોહનો નાશ કરે છે.
હેય-ઉપાદેય વસ્તુનો બોધ કરાવવો એ શ્રુતજ્ઞાનનું પ્રથમ કાર્ય છે, બોધને અનુસારે જીવનને મર્યાદિત કરવું એ શ્રુતજ્ઞાનનું બીજું કાર્ય છે. મર્યાદિત જીવન દ્વારા મોહનો નાશ કરવો એ શ્રુતજ્ઞાનનું ત્રીજું કાર્ય છે અને અમોહી થઈને જન્મ જરા અને મરણના કારણભૂત કર્મનો નાશ કરવો, એ શ્રુતજ્ઞાનનું ચોથું કાર્ય છે. આ ગાથા બોલતાં સાધક વિચારે કે,
“મોઢની માયાજાળને ઓળખાવી અજ્ઞાનના અંઘારાઓને ઉલેચવાની વિશિષ્ટ શક્તિ આ શ્રુતજ્ઞાનમાં રહેલી છે જે જાળમાં દેવેન્દ્રો અને નરેન્દ્રો પણ ફસાઈ જાય છે તેને તોડવાનું કૌવતે માત્ર ને માત્ર આ શ્રુતજ્ઞાનમાં રહેલું છે. વળી મર્યાદા ચૂકીને સર્વ પ્રવૃત્તિઓ કરનારી મારી જાતને મર્યાદામાં રાખવાનું કાર્ય પણ શ્રુતજ્ઞાન કરે છે. ખરેખર આ જ્ઞાન જ મારું રક્ષણ કરનાર છે. હું તેને નમસ્કાર કરું છું
અને સદા તેમાં પ્રયત્નશીલ રહેવાનો સંકલ્પ કરું .” હવે શ્રુતજ્ઞાનનું અંતિમ કાર્ય આ પદ દ્વારા જણાવે છે –
નાફ-નર-મર-સો-પVIVIક્સ - જન્મ, જરા (વૃદ્ધાવસ્થા), મરણ અને શોકનો નાશ કરનાર. (શ્રુતજ્ઞાનને હું વંદન કરું છું.)