________________
સૂત્રસંવેદના-૨
આ સંસારમાં સર્વ પ્રાણીઓનાં જન્મ અને મૃત્યુ નિશ્ચિત છે અને જન્મ અને મૃત્યુ વચ્ચે રોગ, શોક, વૃદ્ધાવસ્થા આદિ પણ સંભવિત છે. કોઈપણ પ્રકારના ઉપાયથી જીવો આ જન્મ, મરણ, રોગ કે શોકની ચુંગાલથી બચી શકતા નથી. આ પીડાઓથી મુક્ત થવાનો એક્માત્ર માર્ગ છે
શ્રુતજ્ઞાન.
૨૬૬
સાધક જેમ જેમ આ શ્રુતનો અભ્યાસ ફરે છે, તેમ તેમ તેને સમ્યજ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થાય છે. આ જ્ઞાનના પ્રકાશમાં તે જેમ મોહને ઓળખી શકે છે, તેમ સતત પ્રાપ્ત થતી જન્મની પીડા, મૃત્યુ વખતની મૂંઝવણ અને જન્મ-મૃત્યુ વચ્ચે આવતી રોગ, શોક આદિની પીડાને સમજી શકે, જોઈ શકે છે અને સર્વ પીડાનું કારણ આત્માનો કર્મ સાથેનો સંબંધ છે, તે સ્પષ્ટપણે જાણી શકે છે. આગમોના ભાવોને વારંવાર વિચારતાં તેને પણ સમજાય છે કે, આત્મા, મન, વચન, કાયાના યોગના કારણે જ કર્મ સાથે સંબંધિત થાય છે. આથી જ તે મન, વચન, કાયાના વ્યાપારના ગોપનરૂપ ગુપ્તિના માર્ગે આગળ વધે છે અને બાહ્ય ભાવમાં પ્રવૃત્ત થતા યોગોને અટકાવી આત્મભાવમાં લીન બને છે અને સૂક્ષ્મ રીતે પ્રવર્તતા પણ મન, વચન, કાયાના યોગોને રુંધી સર્વ સંવરભાવના સામાયિક દ્વારા શૈલેશીકરણ કરી-આત્મપ્રદેશોનું હલન-ચલન (કંપન) બંધ કરી-સર્વ કર્મને ખપાવી આત્માના અનંત આનંદને પ્રાપ્ત કરે છે.
શ્રુતના અભ્યાસ વિના જન્માદિની પીડાનું અને તેનાં કારણોનું જ્ઞાન થતું નથી અને જ્ઞાન વિના કોઈ પણ જીવ તેના નાશ માટે યત્ન કરતો નથી. આ સર્વ શુભ પ્રયત્નનું મૂળ શ્રુતજ્ઞાન હોઈ શ્રુતજ્ઞાન જ જન્મ, જરા મરણ, શોક આદિ પીડાનું નાશક કહેવાય છે. આવા શ્રુતજ્ઞાનને આ પદ દ્વારા નમસ્કાર ક૨વાનો છે.
શ્રુતજ્ઞાન જન્મ, જરા, મરણનો નાશ કરે છે તે જણાવી, હવે તે કેવા પ્રકારનું સુખ આપે છે. તે જણાવે છે
5. કર્મબંધના મુખ્ય ચાર હેતુ છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય ને યોગ, પણ આ ચારે હેતુનો ટૂંકમાં મન-વચન-કાયારૂપ ત્રણ યોગમાં સમાવેશ થઈ જાય.છે અને ચારેયમાં છેલ્લે સુધી યોગ રહે છે. સૌથી છેલ્લે યોગનિરોધ થાય ત્યારે કર્માશ્રવ સંપૂર્ણ બંધ થાય છે. માટે યોગને મુખ્યરૂપે કર્મબંધનું કારણ કહેલ છે.