________________
૨૩૮
સૂત્રસંવેદના-૨
सारं भव-विरह-वरं मे देहि ।।४।। - શ્રેષ્ઠ એવું ભવવિરહરૂપ (મોક્ષનું) વરદાન મને આપો. જો વિશેષાર્થ :
સંસાર-દાવાનલાહ-નીર - સંસારરૂપી દાવાનલના દાહને ઓલવવામાં-બુઝાવવામાં પાણી તુલ્ય. (વીર પરમાત્માને હું નમસ્કાર કરું છું.)
કર્મયુક્ત અને કષાયયુક્ત આત્માની અવસ્થાને સંસાર કહેવાય છે. અહીં સંસારને દાવાનલની ઉપમા આપી છે અને વીરપ્રભુને દાવાનલને ઓલવનાર પાણીની ઉપમા આપી છે.
દાવાનલ જેમ જંગલનાં ઝાડ-પાન અને પ્રાણીઓને બાળીને, દુઃખી કરે છે, તેમ આ સંસારમાં સતત વર્તતા રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ આદિ કષાયો ચિત્તમાં નવા નવા સંક્લેશો ઉત્પન્ન કરાવી જીવોને બાળે છે. સંસારમાં પ્રાયઃ એક ક્ષણ એવી નથી હોતી, કે જ્યારે જીવો કષાયોને શમાવી આત્માનો આનંદ-આત્માનું સુખ માણી શકે, એટલે જ જ્ઞાની પુરુષોએ સંસારને દાવાનલની ઉપમા આપી છે.
જંગલમાં પ્રગટેલા દાવાનલને ઓલવવા માટે જેમ તેના પ્રમાણમાં પાણીના પ્રવાહની જરૂર પડે છે. તે જ રીતે આ સંસારરૂપી દાવાનલ પણ પરમાત્માની વાણીરૂપ પાણીના પ્રચંડ પ્રવાહથી જ શાંત થઈ શકે છે.
યોગ્ય આત્માઓ ભગવાનની વાણીને જેમ જેમ સમજતા જાય છે, તેમ તેમ તેમના હૃદયમાં જડ એવા વિષયો પ્રત્યે વિરક્તિનો પરિણામ પ્રગટે છે અને જીવો પ્રત્યે મૈત્રીભાવ પ્રાદુર્ભાવ પામે છે, તેને કારણે રાગ, દ્વેષ આદિ કષાયોના સંક્લેશો શાંત થાય છે. ઉપશમભાવનો આનંદ આત્મા અનુભવી શકે છે. આ માર્ગે વિશેષ વિશેષ પ્રયત્ન કરતાં આ જીવ સંસારના તમામ સંતાપોથી મુક્ત બની મહાઆનંદયુક્ત મોક્ષસુખને પામી શકે છે. આથી જ અહીં વિર ભગવાનની વાણીનો વીર ભગવાન સાથે અભેદ કરી વિર ભગવાનને પાણીની ઉપમા આપી છે. 1. આ ગાથામાં નમક ક્રિયાપદ છે અને વીર તેનું કર્મ છે.
(૧) સંસાર-લાવીન-વાદની (૨) સંમોદ-ધૂસ્ત્રી-દરો-સમીર (૩) માય-રસા-વાર-સાર-સીર (૪) રિ-સાર-ધીરે એ પદો ‘વીર' નાં વિશેષણો છે.