________________
૧૭૨
સૂત્રસંવેદના-૨
સર્વવિરતિ, નિરતિચાર સંયમ અને નિર્વિકલ્પ અવસ્થામાં ઉત્તરોત્તર આ ગુણની વૃદ્ધિ થતાં જ્યારે જીવ અયોગી અવસ્થામાં સર્વ સંવરભાવનું સંયમ પ્રાપ્ત કરે છે, ત્યારે આ ગુણની પરાકાષ્ઠા પ્રાપ્ત થાય છે. આ ગુણની પરાકાષ્ઠા પ્રાપ્ત કરવા માટે તે તે ભૂમિકાના સાધક માટે આ માંગણી યોગ્ય છે.
મોક્ષમાર્ગમાં સહાયક સામગ્રી મળે તો જ સાધક મોક્ષમાર્ગે નિર્વિબે આગળ વધી શકે છે, માટે મોક્ષમાર્ગમાં અનુકૂળ સામગ્રીરૂપ હવે ત્રીજી ઈષ્ટફળ સિદ્ધિની માંગણી કરાય છે. રૂપસિદ્ધિ - ઈષ્ટફળની સિદ્ધિ, મનોવાંછિત ફળની પ્રાપ્તિ. “હે ભગવંત ! મને આપના પ્રભાવથી ઈષ્ટફળની પ્રાપ્તિ થાઓ.” શ્રાવક કે સાધુને માટે સર્વોત્કૃષ્ટ વસ્તુ હોય તો એ મોક્ષ છે. એ અંતિમ ફળ જ એને ઇચ્છિત છે. એ મોક્ષની પ્રાપ્તિમાં અંતરાયભૂત કર્મોના ઉદયકાળમાં સમાધિ ન રહે ત્યારે સમાધિ માટે વિનોને દૂર કરવાની ઇચ્છા એ સાધક માટે આનુષંગિક ઈષ્ટ છે. આમ મોક્ષમાર્ગે આગળ વધવામાં જે ઉપયોગી બને, જેનું પરિણામ સુંદર આવે, જેનાથી મોક્ષમાર્ગમાં કોઈ અવરોધ ઊભો ન થાય તેવી વસ્તુની પ્રાપ્તિ તે અહીં ઈષ્ટફળ સિદ્ધિ છે.
જે વસ્તુ મળ્યા પછી મોક્ષમાર્ગમાં નિર્વિને ચાલી શકાય અને જો તે વસ્તુ ન મળે, તો મોક્ષમાર્ગનું પ્રયાણ અટકી પડે, તેવી જે કોઈ પણ ચીજ હોય તે અહીં *ઈષ્ટફળ” તરીકે એટલે કે મનોવાંછિત તરીકે ગ્રહણ કરવાની છે. આવી ઈષ્ટફળની સિદ્ધિ”ની માંગણી આ પદથી કરાઈ છે. .
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી મહારાજ ઈષ્ટફળ સિદ્ધિની વ્યાખ્યા કરતાં કહે છે કે, ઈષ્ટફળસિદ્ધિ એટલે આલોકના અભિમત = ઇચ્છિત અર્થની
5. ઈહલૌકિક સામગ્રીઓ ઈષ્ટરૂપે અને અનિષ્ટરૂપે બન્નેરૂપે પ્રાપ્ત થઈ શકે છે. જે વસ્તુની પ્રાપ્તિથી
રાગાદિની વૃદ્ધિ થાય, વિષયોમાં આકર્ષણ વધે તે અનિષ્ટ વસ્તુ છે અને જેની પ્રાપ્તિથી દાન,
શીલ અને વૈરાગ્યાદિ ભાવોની વૃદ્ધિ થાય, મોક્ષમાર્ગનો પ્રયત્ન વૃદ્ધિ પામે તે ઈષ્ટ વસ્તુ છે. 6. ઈષ્ટફલસિદ્ધિ - સિદ્ધિમિમતાર્થનષ્પત્તિ: પેઢૉવિકી, થોપૃહીતી ચિત્તસ્વટ્ઝ भवति तस्माञ्चोपादेयप्रवृत्तिः ।
. - થોરા तथा इष्टफलसिद्धिः = अविरोधिफलनिष्पत्तिः, अतो हीच्छाविघाताभावेन सौमनस्यं, तत उपादेयादरः, न त्वयमन्यत्रानिवृत्तौत्सुक्यस्य, इत्ययमपि વિક્ર્બનવઃિ = ધર્મની વૃદ્ધિમાં અવિરોધી એવા સાંસારિક ફળની નિષ્પત્તિ તે ઇષ્ટફળ સિદ્ધિ
- લલિતવિસ્તરા