________________
જયવીયરાય સૂત્ર
૧૭૩
પ્રાપ્તિ કે જેનાથી ચિત્તે સ્વસ્થ રહે - નિરાકુળ રહે અને તે ચિત્તની સ્વસ્થતાથી ઉપાદેય એવા ધર્મમાં પ્રવૃત્તિ થઈ શકે છે. આમ ધર્મની વૃદ્ધિમાં વિજ્ઞભૂત ન બનતા ઉપકારક બને તેવી ઈહલૌકિક ફળની પ્રાપ્તિને ઈષ્ટફળની સિદ્ધિ કહેવાય છે.
વળી, જેનું પરિણામ ઇષ્ટ (મોક્ષરૂપ અંતિમ ઇષ્ટ) આવવાનું હોય તે ઇષ્ટ. જેનું પરિણામ અનિષ્ટ-ખરાબ આવવાનું હોય તે અનિષ્ટ. બીજી રીતે વિચારીએ તો ભવ નિર્વેદ, માર્ગાનુસારીપણું અકબંધ ટકી રહે, મોક્ષમાર્ગે આગળ વધી શકાય અને તેમાં આડે આવતા અવરોધ ટળે તે માટેની માગણી તે ઇષ્ટફળ સિદ્ધિની પ્રાર્થના બને.
સંસાર છોડવો જ છે, મોક્ષમાર્ગે ચાલવું જ છે; પણ પુણ્યની કમી છે, અનુકુળતા ગોઠવાતી નથી. એ જરા ગોઠવાઈ જાય તો હું ઝટ સંસાર છોડી શકું. આ માટેની કામના. તે ઇષ્ટફળ સિદ્ધિ છે.
ભવથી વિરક્ત આત્માને સાંસારિક પદાર્થો કરતાં પણ ધર્મનું મહત્ત્વ વધુ હોય છે, તોપણ જ્યાં સુધી તેનામાં સમસ્ત સંસારનો ત્યાગ કરી સંયમજીવન સ્વીકારવાની શક્તિ ન આવે ત્યાં સુધી સંસારમાં રહીને પણ ધર્મ કરવાની ઉત્કટ ઈચ્છા હોય છે. તેમ છતાં ગમે તેવા સંયોગ કે સામગ્રીમાં તે મનને સ્વસ્થ રાખી શકતો નથી. કોઈકવાર જીવન માટે જરૂરી એવો ધન વગેરેનો અભાવ, તેના મનને સતત ચિંતાથી વ્યગ્ર રાખે છે, તો વળી, કોઈકવાર વિષયોની આસક્તિ મનને વ્યથિત કરતી હોય છે.
આવી પરિસ્થિતિમાં પોતાના મનને સ્વસ્થ અને સમાધિમાં રાખી ધર્મમાર્ગમાં આગળ વધવા સાધક આ પદ બોલી પરમાત્માને પ્રાર્થના કરતા કહે છે,
“હે નાથ ! હું પામર છું. જેથી સંયમ સ્વીકારી શકતો નથી અને સંસામ્રાં સંપત્તિ કે સ્ત્રી વગેરે વિના ચાલે તેવું નથી, તેથી કમનસીબે કમાવા તો જવું પડે છે, સ્ત્રી, સંપત્તિ આદિ ભાગ્ય પ્રમાણે જ મળવાના છે. તો શું તે નાથ ! આપની કૃપાથી સંપત્તિ એવી મળો છે, જેનાથી ધર્મસાધનામાં ક્યાંય અવંટોળ જ થાય. નાથ ! આપની કૃપાથી ન્યાયનીતિપૂર્વક એટલું જ મળી રહો, જેથી હું સામાયિક આદિ ધર્મક્રિયા સ્વસ્થ ચિત્તે કરી શકું. વળી, અનેક અનર્થથી