________________
૨૬૨
સૂત્રસંવેદના-૨ .
અને ૯૨ હજારનું જેને અંતઃપુર (સ્ત્રીઓ) છે, આવા ચક્રવર્તી રાજાઓ પણ શ્રુતજ્ઞાન અને શ્રુતજ્ઞાનીની અનેક પ્રકારે પૂજા-ભક્તિ કરે છે. તેઓ સમજે છે કે -વિડંબણાભર્યા આ સંસારનો નિસ્તાર શ્રુતજ્ઞાન વિના શક્ય નથી. આથી જ તેઓ પોતાના ભોગવિલાસ અને સુખોને છોડી, તીર્થંકરની દેશના સાંભળવા જાય છે. એકાગ્ર ચિત્તે પરમાત્માની દેશના સાંભળે છે. સાંભળેલાં આ વચનોને વારંવાર વિચારે છે, તેના ઉપર ચિંતન-મનન કરે છે. દેવલોકમાં પણ તેઓ યથાશક્તિ શ્રુતનો અભ્યાસ કરે છે. વળી, કૃતધર મહાપુરુષોના સંયમની સુરક્ષા કરે છે, તેમની સ્તવના કરે છે, ગીત, નૃત્ય અને સુગંધી દ્રવ્યથી તેમની પૂજા કરે છે. આ રીતે શ્રુતજ્ઞાનની ઉપાસના કરવાના કારણે તેઓ વિશિષ્ટ ભોગોમાં પણ અલિપ્ત રહી શકે છે. તીવ્ર રાગથી રંગાતા નથી, પરિણામે તીવ્ર કર્મબંધથી તેઓ મુક્ત રહી શકે છે. આ બધો પ્રભાવ સમ્યગ્દર્શન સાથેના સમ્યજ્ઞાનનો છે.
સીમાધરક્સ વ - સીમા-મર્યાદાને ધારણ કરાવનારા (શ્રુતજ્ઞાનને) હું વંદન કરું છું.
શ્રુતજ્ઞાન જીવનને મર્યાદિત કરે છે. સાધક આત્માના જીવનમાં જેમ જેમ શ્રુતજ્ઞાન પરિણામ પામતું જાય છે, તેમ તેમ સાધક આત્માનું જીવન મર્યાદાપૂર્ણ બનતું જાય છે. તેના ભવની પરંપરા સીમિત થતી જાય છે અને કર્મનો બંધ પણ મર્યાદિત થતો જાય છે.
સાધક જેમ જેમ શાસ્ત્રગ્રંથોનું શ્રવણ, વાંચન, ચિંતન, મનન કરે છે, તેમ તેમ તેને હિંસાદિ પાપપ્રવૃત્તિના અપાયોનું જ્ઞાન થાય છે. તેનાથી બંધાતાં કર્મ અને કર્મનાં કટુ ફળોનું તેને ભાન થાય છે. તેને કારણે તેનામાં પાપભીરુતા પ્રગટે છે, તેની સ્વાર્થવૃત્તિ શિથિલ થાય છે, અન્યનાં સુખ-દુઃખ પ્રત્યે એના અંતરમાં સહાનુભૂતિ જાગે છે. આથી જ તે હિંસા, જૂઠ, ચોરી આદિ અનાચારોથી પોતાની જાતને દૂર રાખી આત્મહિતકર, દયા, દાન, તપાદિમાં પ્રવૃત્ત થાય છે. ક્ષમાદિ ગુણોના વિકાસ માટે પ્રયત્ન કરે છે.
શ્રુતજ્ઞાનથી પરિણત થયેલા મુનિઓનું જીવન તો વળી અતિ મર્યાદિત હોય છે, કારણ કે એમનું માનસ સમિતિ-ગુપ્તિમય હોય છે. તેઓ પોતાનાં મનવચન-કાયાના યોગોને જરૂર વિના ક્યાંય પ્રવર્તાવતા નથી અને જરૂર પડે પ્રવર્તાવે ત્યારે પણ સમિતિપૂર્વક પ્રવર્તાવે છે. તેથી તેઓ કોઈપણ જીવને પીડા