________________
જગચિંતામણિ સૂત્ર
૩૯
ભગવાનનું વચન જેમના હૈયામાં સંસ્થાપિત થયું છે તેવા સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાને ચતુર્વિધ સંઘ કહેવાય છે. આ ચતુર્વિધ સંઘ ભરત એરવતક્ષેત્રની અપેક્ષાએ સદા વિદ્યમાન નથી હોતો, તોપણ મહાવિદેહક્ષેત્રની અપેક્ષાએ સદા વિદ્યમાન છે, આથી પણ ભગવાનનું શાસન અખંડિત કહેવાય છે.
આ પદ બોલતાં એવો સંકલ્પ કરવો જોઈએ કે, ભગવાનનું શાસન તો આ જગતમાં સદાકાળ વિદ્યમાન છે. માત્ર આ શાસનને માટે સમર્પિત થઈ જવાની જરૂર છે. જો આ શાસનને સંપૂર્ણ સમર્પિત થઈ જવાય તો મારું શ્રેય ચોક્કસ છે. આથી અપ્રતિહત શાસનવાળા પરમાત્માનું ધ્યાન કરી હું પણ આ શાસનને સમર્પિત થવાની શક્તિ પ્રગટ કરું !
વડવી સંપ નિવર જયંત - (અષ્ટાપદગિરિ ઉપર બિરાજમાન) ચોવીસે પણ જિનેશ્વરો જય પામો!
ગુણસંપન્ન એવા ચોવીશે જિનેશ્વરો સદા માટે જગતમાં જયવંતા વર્તા અથવા તેઓ મારા હૃદયકમળમાં હંમેશા વિદ્યમાન રહો ! ચંદનના વનમાં જેમ મોરનો એક ટહુકો સેંકડો સાપોને પળવારમાં પલાયન કરે છે, તેમ હૃદયમંદિરમાં ભગવનની હાજરી માત્ર પણ રાગાદિ અનેક દોષારૂપ સાપોને પલાયન કરે છે. - આ પદ બોલતાં સાધક વિચારે કે, : “પ્રભુ ! આ જગતમાં તો સદા જયવેતા જ; પરંતુ
મારા હૃદયમાં પણ આપ સદા વિજયી બની રહો તો - મોહરૂપી શત્રુની સામે મારો પણ વિજય થાય”
ઉપર જણાવેલા તમામ વિશેષણોથી યુક્ત ભગવાનને જોવાથી તેમના પ્રત્યેની ભક્તિ-બહુમાન વૃદ્ધિમાન થાય છે. આવા પરમાત્મા મારી સાથે છે.” - આવી બુદ્ધિ થતાં સન્માર્ગમાં પ્રવૃત્ત થવાનો ઉત્સાહ વધે છે, વીર્યની વૃદ્ધિ થાય છે અને તેથી આત્માનું હિત થાય છે.
જેના પ્રત્યે બહુમાનનો પરિણામ હોય છે તેમના જન્મક્ષેત્ર, શરીર અને સંખ્યા આદિ અંગે પણ જિજ્ઞાસા થાય છે. તેથી હવે આ ચોવીસે ભગવંતોનું જન્મક્ષેત્ર, શરીર અને સંખ્યાદિ શું છે તે જણાવે છે -