________________
સૂત્રસંવેદના-૨
આત્મા જ્યારે સર્વ કર્મથી મુક્ત થાય છે. ત્યારે જ તે સિદ્ધ થાય છે અને આત્માના અનંત આનંદને માણી શકે છે. આ સ્વરૂપે પરમાત્માને યાદ કરવાથી મારે પણ આ આઠ કર્મનો વિનાશ કરી, શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી અનંતા આનંદને પ્રાપ્ત કરવો છે, તેવા પ્રકારના ભાવની વૃદ્ધિ થાય છે, તેથી તે માર્ગે ઉત્સાહ વધે છે, તે માર્ગે વીર્યનું પ્રસર્પણ પણ થવા લાગે છે, જે મહાનિર્જરાનું કારણ બને છે.
ગMદિય-સાસ ! - અખંડિત શાસનવાળા ! અપ્રતિહત છે શાસન જેમનું એટલે જેમનું શાસન કોઈ દર્શન, મત કે વ્યક્તિથી હણાય નહિ તેવું અખંડિત, અસ્મલિત કે અવિસંવાદિ છે. જેમનું શાસન વિરોધ વગરનું છે. શાસન શબ્દ ત્રણ અર્થમાં વપરાય છે. ઉપદેશ, શાસ્ત્ર અને સંઘ. એટલે ભગવાનનો ઉપદેશ, ભગવાનનાં શાસ્ત્રો કે ભગવાનનો સંઘ અખંડિત છે, તેમાં ક્યાંય નાશ, સ્કૂલના કે વિસંવાદ જોવા મળતો નથી.
અરિહંત પરમાત્માનો આચાર એવો છે કે - તેઓ જ્યાં સુધી સર્વજ્ઞ ન બને ત્યાં સુધી તેઓ ઉપદેશ આપતા નથી. તેઓ જ્યારે સ્વયં કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે, ત્યારે જ દેશના આપે છે. આથી જ કેવળજ્ઞાનથી સર્વ પદાર્થને જોઈ યથાર્થ રૂપે પ્રરૂપણા કરતા પરમાત્માની દેશનાના પ્રવાહને કોઈ પ્રતિવાદી કુતર્કના કાંકરા નાંખી અટકાવી શકતા નથી.
પરમાત્માના આ ઉપદેશને પ્રાપ્ત કરી ગણધરભગવંતો દ્વાદશાંગીની રચના કરે છે અને ત્યારપછીના સુવિહિત ગીતાર્થો પણ આ દ્વાદશાંગીના આધારે અનેક ગ્રન્થોની રચના કરે છે, તેને શાસ્ત્ર કહેવાય છે. અનેક દૃષ્ટિકોણથી પદાર્થનું મૂલ્યાંકન કરતાં આ શાસ્ત્રોમાં પણ ક્યાંય અધૂરપ જોવા મળે તેવું નથી. આ શાસ્ત્રોમાં ક્યાંય અલનાનો પણ સવાલ નથી. “હા” સંયોગોની વિષમતાના કારણે કે વિસ્મૃતિને કારણે આજે ઘણાં શાસ્ત્રો નાશ પામી ગયાં છે. તેથી આજે ક્યાંક ત્રુટિ દેખાય તો તે ત્રુટિ પણ શાસ્ત્રની નથી, પણ શાસ્ત્રની જાળવણીના અભાવની છે. ઘણાં શાસ્ત્રો નષ્ટ થઈ ગયાં હોવા છતાં આજે પણ એટલાં શાસ્ત્રો તો ચોક્કસ છે કે, જે શાસ્ત્રોના માધ્યમે સાધક આત્મસિદ્ધિના માર્ગે અવિરત પ્રયાણ કરી શકે.