________________
જગચિંતામણિ સૂત્ર
પુણ્ય યોગે હિતની ચિંતા કરનાર કોઈ મળી જાય તોપણ તેઓ જગતના ભાવોને આ રીતે જાણી કે જોઈ શકતા નથી, તેથી તેઓ ભગવાનની જેમ હિત કરી શકતા નથી. જગતમાં એક માત્ર ભગવાન જ એવા છે કે, જેઓ સર્વજ્ઞ-વીતરાગ હોવાથી અજ્ઞાન કે રાગ-દ્વેષની છાયાથી મુક્ત રહી જગતના ભાવોને જેવા છે, તેવા જાણે છે, જુએ છે અને કોઈનું અહિત ન થાય તે રીતે, તે ભાવોમાંથી નીકળવાનો માર્ગ પણ બતાવે છે. જ્ઞાનની નિર્મળતા અને પૂર્ણતા વગર આવા માર્ગને બતાવવાનું કાર્ય કોઈ કરી શકે તેમ નથી.”
આ રીતે પરમાત્માની વિચક્ષણતાનો વિચાર કરી, તે પરમાત્મરૂપને વરેલા ચોવીસેય ભગવાનને આ શબ્દો દ્વારા સ્મૃતિમાં લાવી, તેવા ભગવાન સમગ્ર વિશ્વમાં અને મારા આત્માના એક એક પ્રદેશમાં જયવંતા વર્ષો અર્થાત્ આ સ્વરૂપે સદા સ્મૃતિમાં રહો તેવો ભાવ આ શબ્દ બોલતાં કરવાનો છે.
અઠ્ઠાવવ-સંવિગ વ !
૩૭
-
જેમની પ્રતિમાઓ અષ્ટાપદ પર્વત ઉપર
સંસ્થાપિત થયેલી છે. એવા (ચોવીસે તિર્થંકરો) ભરતમહારાજાએ આ અવસર્પિણીમાં થનારા ચોવીસે ભગવાનની, શરીરની ઊંચાઈ, પહોળાઈ તથા વર્ણ પ્રમાણે પ્રતિમા ભરાવીને અષ્ટાપદ પર્વત ઉપર બિરાજમાન કરી છે. જેઓ ચરમશ૨ી૨ી-તદ્ભવ મોક્ષગામી હોય તેવા આત્માઓ જ પોતાની લબ્ધિથી આ પર્વત ઉપર રહેલ પ્રતિમાઓની ભક્તિ કરી શકે છે.
આ શબ્દો બોલતાં અષ્ટાપદ પર્વત ઉપર રહેલી તેવા પ્રકારની ઉંચાઈ આદિ વાળી પ્રતિમાઓને અને પ્રતિમામાં રહેલા પરમાત્મભાવને યાદ કરી વંદના કરવાની છે.
ક-વિપાસળ !
આઠ કર્મનો નાશ કરનારા.
જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મો આત્માના જ્ઞાનાદિ ગુણોને રોકે છે. ભગવાન ચાર ઘાતિ કર્મનો નાશ કરીને કેવળજ્ઞાન પામે છે અને ચાર અઘાતિ કર્મનો પણ નાશ કરીને અંતે મોક્ષ પ્રાપ્ત કરે છે. આ રીતે પરમાત્મા આઠે કર્મનો નાશ કરનાર છે, તેથી અહીં ભગવાનને આઠ કર્મના વિનાશક કહ્યા છે.
આ પદ બોલતાં પરમાત્માની સિદ્ધ અવસ્થાને સ્મૃતિમાં લાવવાની છે.