________________
સૂરસંવેદના-૨
નભાવ-
વિશ્વ - હે ! જગતના જાણનાર, જોનાર અને તે સર્વને વ્યક્ત કરવામાં વિચક્ષણ !
ભગવાન જગતના ભાવોને જાણવામાં વિચક્ષણ છે, એટલે કે નિપુણ છે. પરમાત્મા સર્વજ્ઞ છે, તેથી તેઓ જગતવર્તી જડ-ચેતન સર્વ પદાર્થોના સર્વ પર્યાયો (ભાવો)ને જાણે છે અને યોગ્ય જીવોની આગળ તેને પ્રકાશિત કરે છે, તેથી ભગવાન માટે ‘જગ-ભાવ-વિચક્ષણ' એવું વિશેષણ યથાર્થ છે.
ભગવાન જગતના ભાવોને માત્ર ઉપલક દૃષ્ટિથી જોતા નથી, પણ તે ભાવોના ઊંડાણને જોઈ શકે છે. ઉપલક દૃષ્ટિથી, પહેલી નજરે જોતાં, જે પરપદાર્થો સંસારી જીવોને સુખનું કારણ લાગે છે, તે પૌદ્ગલિક ભાવોની વાસ્તવિકતાથી ભગવાન આપણને સજાગ કરે છે.
સર્વજ્ઞ-સર્વદર્શી પરમાત્માએ જણાવ્યું કે, જગતના સર્વ ભાવો જેવા સ્વરૂપે રહ્યા છે તેવા જ છે. તેમાં સારા-નરસા કે ઈષ્ટ-અનિષ્ટનો કોઈ પરિણામ છે જ નહિ. આ સારા-નરસાનો પરિણામ તો સ્વબુદ્ધિ કલ્પિત છે, માટે તમારે જો આત્મહિત કરવું હોય તો તે તે પદાર્થોમાંથી સારા નરસાપણાની બુદ્ધિનો ત્યાગ કરવો જોઈએ. સર્વત્ર ઉદાસીન ભાવ કેળવવો જોઈએ. માત્ર તે પદાર્થો સાથે કઈ રીતે વર્તવું, તમારું ઔચિત્ય ક્યાં કેટલું છે ? તમારા માટે તેની સાથેનો કેટલો સંબંધ ઉપકારક છે, તે સર્વ મારા વચનાનુસાર જાણી તમારે પ્રવૃત્તિ કરવી જોઈએ. જેથી તમારા આત્માનું અહિત ન થાય ! તમે ક્યાંય દુઃખી ન થાઓ ! અને અંતે સર્વ દુઃખથી મુક્ત પણ થઈ શકો.
મહોપાધ્યાયશ્રી વિનયવિજયજી મ. સા. પરમાત્માની વાણીનો મર્મ જણાવતાં કહે છે કે - “ નિ: પુનિવે વસ મુવા મમતાતા મ્ - આ પુદ્ગલનો ઢગલો તારામાં લેશ પણ લાગણી રાખતો નથી, તારા પ્રત્યે અત્યંત પ્રેમ-વિનાના આ પુદ્ગલ પ્રત્યે તું શા માટે મમતા રાખે છે ? અને તારી ઈચ્છા પ્રમાણે તેની પ્રાપ્તિમાં સુખી અને તારી ઈચ્છા વિરુદ્ધની પ્રાપ્તિથી તું દુઃખી શા માટે થાય છે ? આ પદ બોલતાં સાધક વિચારે કે,
આ જગતમાં મુખની ચિંતા કરનાર હજું કોઈક મળે છે પરંતુ આત્મહિતની ચિંતા કરનાર કોણ છે, કદાચ કોઈક