________________
સૂત્રસંવેદના-૨.
સાચું સુખ ક્યાં છે તે સમજાવી શકતું નથી, માત્ર વૈષયિક સુખો કેમ મેળવવાં, કેમ ભોગવવાં, તેનાં સાધનો કઈ રીતે પૂરાં પાડવાં અને વિષય-કષાયની સંતુષ્ટિથી થતો મનનો આનંદ કેમ ટકાવવો તે જણાવે છે; માટે તેને મિથ્યાજ્ઞાન કહેવાય છે.
૨૫૨
આ સૂત્રમાં આવા મિથ્યાજ્ઞાનની સ્તવના નથી, પરંતુ આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવે, સર્વ સ્થિતિમાં મનને સ્વસ્થ-પ્રસન્ન રાખે, માત્ર વર્તમાનકાળમાં નહિ, પરંતુ અનંતકાળ સુધી સુખ પ્રાપ્ત કરાવે તેવા સમ્યગ્ શ્રુતજ્ઞાનની સ્તવના કરવામાં આવી છે.
આ સૂત્રમાં જે રીતે શ્રુતજ્ઞાનનું મહત્વ દર્શાવી તેનું વર્ણન ક૨વામાં આવ્યું છે તે રીતે શ્રુતજ્ઞાનને સ્મરણમાં લાવી, શ્રુતજ્ઞાનની સ્તવના કરવામાં આવે તો શ્રુત પ્રત્યેનો આદર વધતો જાય છે અને શ્રુતાભ્યાસની ભાવના જાગે છે, તે માર્ગે યથાશક્તિ પ્રયત્ન ચાલુ થતાં જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય છે, તેનાથી બુદ્ધિ નિર્મળ થાય છે. નિર્મળ બનેલી બુદ્ધિ, શાસ્ત્રમાં રહેલા અલૌકિક ભાવોનું દર્શન કરાવે છે. આ ભાવોના દર્શનથી અંતર આલ્લાદિત થાય છે, ખોટા વિકલ્પો શમી જાય છે, મન શાંત થાય છે, ધર્મ અને શુક્લધ્યાનના માર્ગે આત્મા આગળ વધે છે, તેનાથી ઘાતીકર્મનો નાશ કરી આત્મા પોતાના સ્વરૂપનું દર્શન કરી શકે છે. આ રીતે શ્રુતજ્ઞાન દ્વારા ક્રમિક વિકાસ કરતો આત્મા છેક મોક્ષ સુધી પહોંચી શકે છે.
આ સૂત્રની પ્રથમ ગાથામાં શ્રુતજ્ઞાનની સ્તવના કરતાં પૂર્વે, શ્રુતજ્ઞાનના ઉદ્ભવ સ્થાનભૂત અરિહંત પરમાત્માની સ્તવના કરવામાં આવી છે.
બીજી ગાથામાં અંતરંગ દોષોને દૂર કરી શ્રુતજ્ઞાન કઈ રીતે સદ્દગુણોનો વિકાસ કરાવે છે તથા તેની બાહ્ય સમૃદ્ધિ કેવી છે, તે જણાવ્યું છે.
ત્રીજી ગાથામાં ‘આ શ્રુતજ્ઞાન સંસારનાં સર્વ દુઃખોનો નાશ કરાવી આત્માનાં પૂર્ણ આરોગ્યને પ્રાપ્ત કરાવે છે.' તેમ જણાવી સૂત્રકાર પરમર્ષિ જણાવે છે કે, દેવેન્દ્રો અને ચક્રવર્તીથી પૂજાયેલા એવા શ્રુતના સામર્થ્યને જાણીને કોણ પ્રમાદ કરે ? અર્થાત્ જેને શ્રુતજ્ઞાનનું મહત્ત્વ સમજાયું છે, તેવા આત્માઓ તો આ શ્રુતજ્ઞાનની પ્રાપ્તિમાં અને તદનુસાર આચરણમાં લેશ પણ પ્રમાદ અર્થાત્ વિલંબ કરતા નથી.
ચોથી ગાથામાં આ શ્રુતજ્ઞાનની વિશાળતા શું છે ? અને તે કયા ગુણોની