________________
જગચિંતામણિ સૂત્ર
૪૧
એકસાથે વિચરતા હોય છે. અજિતનાથ ભગવાનના સમયમાં આવી ઘટના બની હતી. આ પદ બોલતાં તે તે ક્ષેત્રમાં વિચરતા ૧૭૦ જિનને સ્મૃતિમાં લાવી, તેમને પ્રણામ કરવાથી ભાવોલ્લાસની વૃદ્ધિ થાય છે.
અરિહંતની ઉત્કૃષ્ટ સંખ્યા બતાવ્યા બાદ હવે જ્યારે ઉત્કૃષ્ટ સંખ્યામાં અરિહંત વિચરતા હોય ત્યારે ઉત્કૃષ્ટથી કેવલી તથા મુનિભગવંતોની સંખ્યા કેટલી હતી અને વર્તમાનમાં કેટલી છે, તે જણાવે છે.
નવ વિદિ વટીન - સામાન્ય કેવળીઓની સંખ્યા વધારેમાં વધારે નવ કરોડની છે.
અજિતનાથ ભગવાનના સમયમાં જ્યારે ૧૭૦ તીર્થકરો વિચરતા હતા, ત્યારે નવ કરોડ કેવળજ્ઞાની હતા.
જોડી સદ નવ સાદૂ મૂડું - સાધુની સંખ્યા વધારેમાં વધારે ૯ હજાર કરોડ અર્થાત્ ૯૦ અબજની (૯૦,૦૦,૦૦,૦૦,૦૦૦) હોય છે.
જિજ્ઞાસા : ચૈત્યવંદન કરતી વખતે કેવળી તથા મુનિને શા માટે યાદ કરવાના? - તૃપ્તિ : કેવળી તથા મુનિભગવંતો પણ મોક્ષમાર્ગના અનન્ય સાધક છે. તેમાં કેવળીભગવંત તે જ ભવમાં મોક્ષે જનારા છે અને મુનિભગવંતો વિશિષ્ટ પ્રકારે મોક્ષની સાધના કરી રહ્યા છે, તેથી તેમને યાદ કરવાથી પોતાને પણ મોક્ષની સાધનામાં બળ મળે તે માટે અરિહંતને વંદન કરતી વખતે તેમની સ્તુતિ કરાય છે.
સંપ નિવર વીસ - વર્તમાનકાળમાં ૨૦ તીર્થકરો અઢી દ્વીપમાં વિચરે છે. | મહાવિદેહ ક્ષેત્રમાં હંમેશાં ચોથા આરા જેવો કાળ વર્તતો હોય છે. ભરત એરવતની જેમ ત્યાં કદી ચડતો-ઉતરતો કાળ હોતો નથી. તેથી ત્યાં સદા તીર્થકરો હોય છે. વર્તમાનમાં પણ ત્યાં વીસ જિનેશ્વરો વિચરે છે. તે આ પ્રમાણે : જંબુદ્વીપના મહાવિદેહમાં ૪, ધાતકીખંડના બે મહાવિદેહમાં ૮ અને ' અર્ધ પુષ્કરવરદ્વીપના બે મહાવિદેહમાં ૮. આમ કુલ ૨૦ તીર્થંકર પરમાત્મા વર્તમાનમાં વિચારી રહ્યા છે.