________________
ઉવસગ્ગહરં સૂત્ર
૧૪૫
મંત્ર બતાવવાનો અર્થ એવો પણ નથી કે, રોગાદિને દૂર કરવા સદા આ મંત્રનો જાપ કરવો જ જોઈએ, પરંતુ આમ કહેવા દ્વારા તો મંત્રનું સામર્થ્ય કેવું વિશિષ્ટ છે, તેને જણાવ્યું છે. વળી કોઈક વાર રોગાદિના કાળમાં સમાધિ ન ટકતી હોય તો અસમાધિકારક આ રોગાદિને ટાળવા માટે સાધક મંત્ર જાપની ઈચ્છા રાખે, તો તે પણ ખોટું નથી. કેમ કે, રોગ સહન કરવા માત્રથી કર્મ ખપતાં નથી. કર્મ તો સમાધિપૂર્વક રોગ સહન કરવાથી ખપે છે. આ ગાથા બોલતાં સાધક વિચારે કે,
“મારા પાર્શ્વનાથ પ્રભુનો પ્રભાવ કેવો અદ્દભુત છે. તેમના નામથી અંકિત મંત્રનો જાપ કરતો બાહ્ય પણ સર્વ ઉપદ્રવો શમી જાય છે અને તન-મનને શાંતિ મળે છે. શાંતિ કે સમાધિ માટે હવે મારે બહાર ક્યાંય ભટકવાની જરૂર નથી,
માત્ર આ પ્રભુના નામમંત્રનો એકાગ્રચિત્તે જાપ કરું” મંત્ર સાધનાનું ફળ બતાવ્યું, પણ જેઓ મંત્રસાધના કરવા સમર્થ નથી. તેમણે શું કરવું ? તેથી હવે સર્વજન માટે શક્ય એવા પ્રણામનું પણ મહત્ત્વ શું છે, તે જણાવે છે. *
વિ૬૩ દૂર સંતો તુ પIIમોડવિ વઘુ હોવું - (તે) મંત્ર તો દૂર રહો, પરંતુ તમને કરેલો પ્રણામ પણ મહાન ફળવાળો છે.
પૂર્વ ગાથામાં મંત્રનું માહાત્મ બતાવ્યું. પરંતુ મંત્રની સાધના દરેક વ્યક્તિ કરી શકે તેવું નથી. મંત્રની સાધના તો મહાસાત્ત્વિક અને શૈર્યયુક્ત પુરુષો જ કરી શકે છે. વળી આ મંત્રસાધના સૌ કોઈને ફળ આપે તેવું પણ એકાંતે નથી. મંત્રની વિધિપૂર્વક આરાધના કરનાર પુણ્યવાન આત્માને તેના અધિષ્ઠાયક દેવો તત્કાળ ફળ આપે છે. જ્યારે અન્યને પ્રયત્નથી અને વિલંબથી ફળ મળે છે. આમ મંત્રસાધના માટે વિશેષ સામર્થ્યવાન આત્મા જ યોગ્ય છે, અન્ય નહિ. તો પછી સર્વજન સમુદાય માટે પાર્શ્વનાથ ભગવાન કઈ રીતે ફળદાયક છે. તે જણાવતાં સ્તોત્રકાર કહે છે કે - “મંત્રની વાત તો દૂર રહી, પરંતુ આ પાર્શ્વનાથ ભગવાનને સહૃદયથી કરેલો પ્રણામ માત્ર પણ સામાન્ય નથી, પરંતુ ઘણા ફળને આપનારો છે.”
નરસિરિણું વિ નવા, પાવંતિ ન સુવર-હોમરું - (આપને પ્રણામ