________________
સૂત્રસંવેદના-૨
કરનાર) જીવો; મનુષ્ય અને તિર્યંચ યોનિમાં પણ દુઃખ અને દારિત્ર્ય પ્રાપ્ત કરતા નથી.
૧૪૬
તેવા
જે આત્માઓ પાર્શ્વનાથ ભગવાનને વિશિષ્ટ ભાવપૂર્વક પ્રણામ કરે છે, લઘુકર્મી આત્માઓ તો તે ભવમાં જ મોક્ષના સુખને પ્રાપ્ત કરે છે. કર્મના બાહુલ્યના કારણે કદાચ કોઈ આત્માને, તે ભવમાં મોક્ષ ન મળે તો પણ પાર્શ્વનાથ પ્રભુને ભાવપૂર્વક પ્રણામ કરવા માત્રથી તેને એવું વિશિષ્ટ પુણ્ય બંધાય છે કે, જેને કારણે તેને મહાઋદ્ધિ, સમૃદ્ધિથી યુક્ત દેવાદિ ભવોની પ્રાપ્તિ થાય છે. વળી પ્રભુ કૃપાથી આ જીવને એ મળેલી રિદ્ધિ-સિદ્ધિમાં પણ એવી આસક્તિ થતી નથી કે જેથી ભવની પરંપરા વધે.
આમ છતાં પરમાત્માને પ્રણામ કર્યા પૂર્વે કોઈ જીવે જો મનુષ્ય કે તિર્યંચનું આયુષ્ય બાંધ્યું હોય તો તેવા આત્માને મનુષ્ય કે, તિર્યંચના ભવમાં ઉત્પન્ન તો થવું પડે છે, પણ તે ભવમાંય તેમને અન્ય મનુષ્ય-તિર્યંચ જેવાં દુ:ખો સહન કરવા પડતાં નથી. આમ તો મનુષ્ય કે, તિર્યંચનો ભવ દુઃખબહુલ હોવાની સંભાવના છે, તો પણ પાર્શ્વનાથ ભગવાનને પ્રણામ કરવાથી જે પુણ્યની પ્રાપ્તિ થઈ હોય છે અને જે પાપના અનુબંધો નબળા પડ્યાં હોય છે, તેને કારણે તે ભવમાં પણ તેને દુઃખ કે દરિદ્રતા આવતી નથી.
નર ત્તિરિષુ વિ માં જે વિ=પિ છે, તેનાથી એ અર્થ થાય છે કે, આમ તો મનુષ્ય કે તિર્યંચનો ભવ દુઃખથી ભરપૂર છે, તેમાં દુ:ખ ન આવે તે શક્ય નથી, તો પણ પાર્શ્વનાથ ભગવાનના પ્રણામનો પ્રભાવ એવો છે કે, ત્યાં પણ જીવને દુઃખ કે દૌર્ગત્યતા(દારિદ્રતા-નિર્ધનતાદિ)ની પ્રાપ્તિ થતી નથી.
જિજ્ઞાસા : નર તિરિપ્પુ શબ્દ દ્વારા મનુષ્ય અને તિર્યંચગતિમાં દુઃખ-દૌર્ગત્ય પ્રાપ્ત થતું નથી, તેમ કહ્યું. પરંતુ નરકગતિમાં દુઃખ નહિ થાય એવું કેમ ન કહ્યું ?
તૃપ્તિ : મનુષ્ય-તિર્યંચના ભવો એવા છે, જ્યાં દુઃખ ન હોય તેવું બની પણ શકે છે. જન્મ લીધા બાદ શાલિભદ્ર જેવા ભાગ્યવાન પુરુષો આજીવન સુખી હોઈ શકે છે. તિર્યંચમાં પણ રાજભવનમાં રહેતા હાથી, ઘોડા આદિના ભવમાં સુખની સંભાવના છે. પરંતુ નરકનો ભવ તો સંપૂર્ણ દુ:ખમય છે, ત્યાં સુખની કલ્પના માત્ર પણ શક્ય નથી. તેથી અહીં નરકગતિ નહિ લીધી હોય તેમ લાગે છે.
આ ગાથા બોલતાં સાધક વિચારે,
“મનની મક્કમતાપૂર્વક મંત્રજાપ ન થઈ શકે તો પણ કોઈ