________________
ઉવસગ્ગહરં સૂત્ર
ચિંતા નથી. ભાવપૂર્વક આ પરમાત્માને પ્રણામ કરીશ, તો ય મને દુ:ખ કે દુર્ગાત તો નહીં જ મળે. માટે ભાવપૂર્વક પ્રણામ કરવા હું સતત પ્રયત્ન કરું.”
૧૪૭
પ્રણામનું ફળ જણાવ્યા પછી હવે પાર્શ્વપ્રભુથી પ્રાપ્ત થતું સમ્યક્ત્વ કેવું છે ? તે જણાવે છે
સુજ્ઞ સમ્મત્તે કે ચિંતામાંન-પ્પપાવવન્મદિણ - ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષથી પણ અધિક પ્રભાવશાળી તારું સમ્યક્ત્વ-સમ્યગ્દર્શન પ્રાપ્ત થયે છતે,
સમ્યક્ત્વ આત્માનો ગુણ છે, આમ છતાં મિથ્યાત્વમોહનીયકર્મના આવરણોથી આત્માનો આ ગુણ આચ્છાદિત (ઢંકાયેલો) હોય છે. વાસ્તવિક રીતે ભગવાનનાં દર્શન ક૨વાથી એટલે કે, ગુણવાન પરમાત્માનાં તે સ્વરૂપે દર્શન કરવાથી અથવા તો ભગવાનનાં વચનોને સાંભળવાથી કે સમજવાથી આ મિથ્યાત્વનાં આવરણો નષ્ટ થાય છે અને આત્માનો સમ્યક્ત્વ ગુણ પ્રગટ થાય છે. આ ગુણ પ્રગટ થતાં આત્મા પરમ વિવેકી બને છે. જીવ-અજીવ, પુણ્યપાપ આદિ તત્ત્વોની તેનામાં શ્રદ્ધા પ્રગટે છે, આથી જ તે હેયને હેયરૂપે અને ઉપાદેયને ઉપાદેયરૂપે સ્વીકારે છે.
આ ગુણ ભગવાનના નિમિત્તે પ્રગટ થાય છે, માટે અહીં ‘તારું સમ્યગ્દર્શન' એટલે કે ‘ભગવાનનું સમ્યગ્દર્શન' એમ કહ્યું છે.
વિશુદ્ધ શ્રદ્ધાસ્વરૂપ સમ્યગ્દર્શન, જગતમાં સર્વશ્રેષ્ઠ ચીજોમાં જેની ગણતરી થાય છે, તેવા ચિંતામણિ રત્ન કે, કલ્પવૃક્ષથી પણ અધિક પ્રભાવવાળું કહ્યું છે, કેમ કે ચિંતામણિ રત્ન કે કલ્પવૃક્ષ પુણ્યવાન આત્માને ભૌતિક ઈચ્છિત સુખો આપી શકે છે. જ્યારે સમ્યગ્દર્શન તો પુણ્યાનુબંધીપુણ્યના સર્જન દ્વારા જ્યાં સુધી મોક્ષસુખ પ્રાપ્ત ન થાય ત્યાં સુધીના અનેક ભવોમાં ભવ્યાત્માને ઉત્તમ ભોગની સામગ્રી તો પ્રાપ્ત કરાવે જ છે અને સાથે સાથે તે શ્રેષ્ઠ સામગ્રીમાં પણ આસક્તિ વગેરે સંક્લેશયુક્ત ભાવોથી જીવને દૂર રાખે છે. ઉજ્જ્વળ પરિણામો પ્રગટાવે છે અને ઔદાર્યાદિ ગુણોની વૃદ્ધિ કરાવી છેક મોક્ષ સુધી પહોંચવામાં સહાયક બને છે.
પાવતિ પ્રવિનું નીવા અવરામર ઢાળ - જીવો નિર્વિઘ્ને અજરામર સ્થાન પ્રાપ્ત કરે છે.
6. સમ્યકૃત્વની વિશેષ વ્યાખ્યા માટે જુઓ ‘નમુન્થુણં સૂત્ર'નું ‘બોહિદયાશં’ પદ.