________________
૨.
*
સૂત્રસંવેદના-૨
પડે? તેના અર્થ અને ભાવાર્થ શું ? તે સૂત્રો બોલતા કેવી સંવેદના થવી, જોઈએ ? વગેરે વિગતો હવે આ “સૂત્રસંવેદના ભાગ-ર'માં જોવા મળશે. ચૈત્યવંદન શું છે ? :
શ્રી અરિહંતપરમાત્માના અંતરંગ અને બાહ્ય લોકોત્તર સ્વરૂપને ઓળખી, તેનું સમ્યગૂ પ્રકારે જ્ઞાન મેળવી, તેમના વિશિષ્ટ ગુણોને પ્રાપ્ત કરવા, તે ગુણોની નજીક જવા, તે ગુણો સાથે તાદાત્મ ભાવ કેળવવા, પરમાત્મા પ્રત્યેના આદર અને બહુમાનપૂર્વક તેઓના વંદન માટે કરાતી મન-વચન-કાયાની વિધિપૂર્વકની શુભ પ્રવૃત્તિ એ જ ચૈત્યવંદન છે.
અરિહંતપરમાત્માના લોકોત્તર સ્વરૂપને જણાવવા ગણધર ભગવંતોએ નમોત્યુ ' આદિ સૂત્રની રચના કરી છે. આ સૂત્રના શબ્દોને આત્મસાત્ કરી અર્થની વિચારણા કરતાં સાધક જેમ જેમ ચૈત્યવંદનની ક્રિયામાં આગળ વધે છે, તેમ તેમ પરમાત્માના એક એક ગુણો તેની નજર સમક્ષ તરવરવા લાગે છે. પરમાત્માના પરોપકારિતા, વીતરાગતા, સર્વજ્ઞતા, માર્ગદશકતા, અનંત કરૂણા, અચિંત્ય સામર્થ્ય આદિ ગુણો પ્રત્યે સાધકનો બહુમાનભાવ વધે છે. આ પરમાત્મા જ મારા પરમ સુખનું સાધન છે, તેમ તેને સ્પષ્ટ સમજાય છે. આના કારણે જ તેને પરમાત્મા પ્રત્યેની અંતરંગ પ્રીતિ પ્રગટે છે. સામાન્ય વ્યક્તિ સાથેની મૈત્રી કે પ્રીતિ પણ જો આનંદદાયક હોય તો ત્રણ જગતના નાથ, મહાકરૂણાના સાગર, અનંત ગુણોના માલિક પરમાત્મા સાથેની પ્રીતિ કેટલી આનંદદાયક હોઈ શકે ! તે તો જે માણે તે જ જાણે. આવા આનંદને માણનારા અને જાણનારા પૂ. આનંદઘનજી મહારાજા કહે છે કે
“ઋષભ જિનેશ્વર પ્રીતમ મહારો, ઓર ન ચાહું રે કંત, રિયો સાહિબ સંગ ન પરિહરે, ભાંગે સાદિ અનંત.” “હે કષભદેવ પ્રભુ ! આપ જ મારા સાચા પ્રિયતમ છો. હવે આ દુનિયામાં હું બીજા કોઈ પતિને ઈચ્છતી નથી. કેમ કે, અન્ય પતિનો સંગ ક્યારે છૂટે તે ખબર પડતી નથી. જ્યારે તે સ્વામી ! તું એકવાર રીઝે અને મારા-તારો સંબંધ બંધાઈ જાય તો તે સંબંઘ સાદિ અનંતકાળ સુઘી છૂટતો નથી. એટલે તારા વિયોગનું દુ:ખ માટે કદી ભોગવવું પડતું નથી.”