________________
૧૭૦
સૂત્રસંવેદના-૨
- જિજ્ઞાસા : સંસારના રાગી આત્માઓ માટે આ માંગણી યોગ્ય છે. પરંતુ જેઓ સંસારથી વિરક્ત છે અને મોક્ષમાર્ગ માટે સતત યત્ન પણ કરે છે, તેવા આત્માઓ માટે આ માંગણી શું યોગ્ય છે ?
તૃપ્તિ સંસારથી વિરક્ત થયેલા આત્માઓ માટે પણ આ માંગણી કરવી યોગ્ય છે, કેમકે, ભવનિર્વેદનો પરિણામ તરતમતાના ભેદથી અનેક પ્રકારનો છે. આ માંગણી દ્વારા જે કક્ષાનો ભવનિર્વેદ પ્રાપ્ત થયો હોય તેનાથી ઉપરની કક્ષાનો ભવ-વૈરાગ્ય પ્રાપ્ત કરવા માટે આ માંગણી યોગ્ય જ છે. ' '
વળી, વિષયો અને કષાયો એ પણ સંસાર (ભવો જ છે. માટે વિષયની આસક્તિ અને કષાયની પરાધીનતા સંપૂર્ણ નષ્ટ ન થાય ત્યાં સુધી પણ આ માંગણી કરાય છે.
ટૂંકમાં ભવનિર્વેદની આ માંગણી ભવનિર્વેદ જેને પ્રાપ્ત નથી થયો, તેને પ્રાપ્ત કરવા અને જેને પ્રાપ્ત થઈ ગયો છે, તેને તેનાથી ઊંચી કક્ષાનો
ભવનિર્વેદ પ્રાપ્ત કરવા માટે યોગ્ય જ છે. - ભવનિર્વેદ આવ્યા પછી મોક્ષમાર્ગ ઉપર ચાલવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે, માટે હવે માર્ગના અનુસરણની બીજી માંગણી કરતાં કહે છે -
ISજુલારિયા - (મોક્ષ) માર્ગને અનુસરવાપણું.” “હે ભગવંત ! આપના પ્રભાવથી મને મોક્ષમાર્ગનું અનુસરણ પ્રાપ્ત થાઓ !”
કર્મ અને કષાયરહિત આત્માની શુદ્ધ અવસ્થા તે મોક્ષ છે અને તેને પ્રાપ્ત કરવાનો તપ-સંયમ આદિરૂપ ઉપાય તે મોક્ષમાર્ગ છે. આ મોક્ષમાર્ગને અનુસરવું તે માર્ગાનુસારિતા છે. 4 मार्गः चेतसोऽवक्रगमनं, भुजङ्गमगमननलिकायामतुल्यो विशिष्टगुणस्थानावाप्तिप्रगुणः स्वरसवाही
क्षयोपशमविशेषः । માર્ગની આવી વ્યાખ્યા “નમોડત્યુ ' સૂત્રમાં કરેલી છે. સાપ સામાન્યથી વાંકુ ચાલવાના સ્વભાવવાળો છે; પરંતુ નલિકામાં (પાઈપમાં) પ્રવેશ કરતાં જેમ તે સીધો ચાલે છે તેમ અનાદિ કાળથી જીવ વિષય કષાયરૂપ અવળા માર્ગે ચાલવાના સ્વભાવવાળો છે, આવો જીવ પણ કર્મની લઘુતાને પામી જ્યારે મોક્ષમાર્ગ પ્રાપ્ત કરાવનારા શાસ્ત્રો અનુસાર સીધો ચાલે છે ત્યારે તેની આ સીધી ચાલને માર્ગ કહેવાય છે. પોતાના ગુણોને પ્રગટાવનારું તેનું આ સીધું ગમન મોહની કર્મના ક્ષયોપશમથી થાય છે માટે તેને “ક્ષયોપશમ વિશેષ' કહેવાય છે (આની વિશેષ સમજણ નમોડસ્તુ'માંથી મેળવી લેવી અહીં સાધક ભગવાન પાસે પોતે આવા-માર્ગને અનુસરે એવી માંગણી | પ્રાર્થના રજૂ કરે છે.