________________
ઉવસગ્ગહરં સૂત્ર
આ વિશેષણ શ્રીધરણેન્દ્રને લાગુ પાડવામાં આવે છે.
આનું સંસ્કૃત રૂપાંતર મંત્પાજ્ઞાઽપ્રવાસ થાય છે.
મંત્ત્વ એટલે મંગલ કરવામાં તત્પર એવી જે આજ્ઞા એટલે ભગવંતનું શાસન, તેનાથી ઞ એટલે સંપૂર્ણ રીતે વાસ એટલે વાસના અથવા ભાવના છે જેની તેને. અર્થાત્ કલ્યાણકારી ભગવંતની આજ્ઞાથી ભાવિત છે મન જેમનું એવા શ્રી ધરણેન્દ્રને11
સંપૂર્ણ ગાથાનો અર્થ આવો થશે
૧૫૩
ઉપસર્ગોનું શમન કરનાર શ્રી પાર્શ્વનાથ યક્ષને, જેના હાથમાં પાસ છે તેવા તથા પોતાના મનોહર શરીર દ્વારા (જોનારાઓને) હર્ષ ઉત્પન્ન કરાવનારી પદ્માવતી દેવીને અને (કમઠાસૂરે વર્ષાવેલ) મેઘના પાણીનું ધારણ કરનારા તથા મંગલ કરવામાં તત્પર એવી ભગવાનની આજ્ઞાથી વાસિત મનવાલા શ્રી ધરણેન્દ્રને હું વંદન કરું છું.
ગાથા ૨ જી
આ ગાથાનો પાર્શ્વયક્ષ, ધરણેન્દ્ર તથા પદ્માવતીના પક્ષમાં થતો અર્થ ભગવંત શ્રી પાર્શ્વનાથના પક્ષમાં દર્શાવેલ અર્થથી વિભિન્ન નથી તેથી તે અહીં ટાંકેલ નથી.12
ગાથા ૩ જી
આ ગાથાનો અર્થ નીચે મુજબ કરવામાં આવે છે :
(પ્રસ્તુત) મન્ત્ર તો દૂર રહો, તમારૂં એટલે કે પાર્શ્વયક્ષ, પદ્માવતી તણા ધરણેન્દ્રનું ‘પ્રણામ’ એટલે કે ‘પ્રસાદાભિમુખપણું’ પણ બહુફલદાયક થાય છે.
અહીં ‘પ્રણામ’નો અર્થ ‘પ્રસાદ અભિમુખપણું’ કરવામાં આવેલ છે. ‘તવ’ પદમાં વપરાએલી ષષ્ઠી કર્તામાં ષષ્ઠી છે એટલે તેનો અર્થ ‘તમે કરેલો પ્રસાદ’ એ પ્રમાણે થાય છે.13 એટલે કે તમારા પ્રસાદાભિમુખપણામાત્રથી જ, જે મનુષ્યો તિર્યંચ જેવા જે
11. मङ्गलकल्याणावासमिति प्राग्वत् अथवा मङ्गलकल्पा श्रेयस्करणप्रगुणा या आज्ञा- भगवच्छासनं तया आसमन्तात् वासना वासी वा भावना यस्य तं, कल्याणकारिभगवदाज्ञाभावितમનમિત્યર્થ:। તાંસ્ત્રીનપિ વન્દે-મિમિ । અ. ક. લ. પૃ. ૧૨.
12. पार्श्वयक्ष-पद्मावती-धरणेन्द्रस्तवपक्षेऽपि तुल्यैव व्याख्या प्रस्तुतमन्त्रस्य तत्त्रयेण अधिष्ठितत्वात् । 13. तव पार्श्वयक्षस्य, पद्मावत्या धरणेन्द्रस्य प्रणामोऽपि बहुफलो भवति । 'प्रणमनं प्रणामः प्रह्वत्वं प्रह्वीभावः, प्रसादाभिमुख्यमिति यावत् । अत्र तवेति कर्तरि षष्ठी । तथा तव प्रभावमात्रादेव