________________
શ્રી ચૈત્યવંદનની વિધિ
૩૦૧
ગુરુભગવંતની હાજરી હોય તો ગુરુભગવંત કહે - “ડિમેદ' તું પ્રતિક્રમણ કર !. ગુરુની ગેરહાજરી હોય તો આજ્ઞા મળી છે, તેમ માનીને શિષ્ય પણ આ આજ્ઞાને શિરોધાર્ય કરતાં બોલે - “ફ” હું આપની આજ્ઞા પ્રમાણે કરવા ઈચ્છે છું એમ જણાવે.
ત્યારપછી ઈરિયાવહિયા સૂત્ર અર્થના ઉપયોગપૂર્વક બોલવું. અર્થની વિચારણાપૂર્વક આ સૂત્ર બોલવાથી પોતાના પ્રમાદના કારણે કે અજયણાથી જે જે હિંસાદિ પાપો થયા હોય તેનું સ્મરણ થાય છે. પાપોનું સ્મરણ થતાં પાપો પ્રત્યે પશ્ચાતાપનો ભાવ ઉત્પન્ન થાય છે અને તેના દ્વારા આત્માની શુદ્ધિ થાય છે. આ રીતે શુદ્ધ થયેલો આત્મા ચૈત્યવંદનની ક્રિયા દ્વારા સહજતાથી પ્રભુ સાથે તાદાત્ય સાધી શકે છે.
ઈરિયાવહિયા સૂત્ર બોલ્યા પછી પણ કંઈક રહી ગયેલા પાપોની વિશેષ શુદ્ધિ માટે “તસ્સ ઉત્તરી” સૂત્ર બોલવું. ત્યારપછી પાપકર્મોના નાશ માટે કરાતા ‘કાયોત્સર્ગમાં કેટલી છૂટ રાખવી અને કાયોત્સર્ગ કઈ રીતે કરવો વગેરે જાણવા “અન્નત્થ” સૂત્ર બોલવું.
ત્યાર બાદ (વસુ નિમેયર સુધી) એક લોગસ્સનો કાયોત્સર્ગ કરવો. તેમાં શુદ્ધ સ્વરૂપને પામેલા ચોવીશ તીર્થંકર પરમાત્માને સ્મૃતિમાં લાવી પોતાના આત્માને શુદ્ધ કરવા પ્રયત્ન કરવો. કાયોત્સર્ગથી આત્મશુદ્ધિ થતાં તે આનંદને વ્યક્ત કરવા પ્રગટ લોગસ્સ કહેવો.
૨. ત્યારપછી ત્રણ ખમાસમણ દઈને, “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું ? એ પ્રમાણે આદેશ માંગી, “ઈચ્છે' કહી આદેશનો સ્વીકાર કરવો. ..
જૈનશાસનની એ મર્યાદા છે કે કોઈપણ કાર્ય કરતાં પહેલા ગુણસંપન્ન આત્માની તે અંગે શું ઈચ્છા છે, તે જાણવું અને જાણીને તેમની ઈચ્છા અનુસાર કાર્ય કરવું, આથી ચૈત્યવંદન જેવું મહાન અનુષ્ઠાન કરતા પૂર્વે પણ આ રીતે આદેશ માંગી, તેનો સ્વીકાર કરીને ચૈત્યવંદનનો પ્રારંભ કરવો.
'૩. ત્યારબાદ સકલકુશલવલ્લીકહી કોઈપણ એક ભગવાનનું એચ્છિક ચૈત્યવંદન કરી, જે કિંચિ સૂત્ર કહેવું.