________________
શ્રી કલ્યાણ-કંદં સૂત્ર
૨૩૩
સુદાય સ સયા - “હે મા સરસ્વતી ! અમે સૌ જ્ઞાનના અભિલાષી છીએ, શ્રુતજ્ઞાન અમારો શ્વાસ અને પ્રાણ છે. મા શારદા આમાં અમને તમારી સહાય જોઈએ છે. આપ અમને શ્રુતજ્ઞાનમાં સહાય કરો અને તે દ્વારા અમારા સુખનું કારણ બનો ! મા તારા પ્રભાવે જ અનેક મહાપુરુષોએ... આજ સુધી શ્રુતજ્ઞાનરૂપ ગંગોત્રીમાં સ્નાન કરી પરમ આસ્લાદ પ્રાપ્ત કર્યો છે, આપની સહાયથી તેઓ શ્રેષ્ઠ કોટીના શ્રુતજ્ઞાન દ્વારા આધ્યાત્મિક સુખના સ્વામી બન્યા છે, માટે આપની પાસે માંગવાનું મન થાય છે કે –
હે વાગેશ્વરી દેવી ! તું અમારા સુખ માટે થા ! હે મા શારદા ! અમારા સુખનું કારણ જ્ઞાન છે. આ જ્ઞાનની પ્રાપ્તિમાં આવતા વિનો જ અમોને દુ:ખી કરે છે, આપ અમારા આ વિનોને દૂર કરી અમોને પરમ સુખના માર્ગે ચાલવામાં મદદ કરો, મા ! તારી પાસેથી અમારે બીજું કોઈ સુખ જોઈતું નથી માત્ર એક જ્ઞાનના સુખમાં સહાય મળે તેટલી જ અમારી પ્રાર્થના છે.
આ રીતે પ્રાર્થના કરતાં કે તેમનું સ્મરણ માત્ર કરતાં મહાસાત્ત્વિક અને પુણ્યશાળી આત્માઓને સરસ્વતીદેવી પ્રત્યક્ષ થઈને શ્રુત-રચના આદિના કાર્યોમાં અત્યંત સહાય કરે છે: વિશિષ્ટ સાધના કરવાથી અલ્પ-સત્ત્વવાળા પુણ્યાત્માઓને દર્શન આપી, તેમને સહાય કરે છે. કોઈકવાર તે પ્રત્યક્ષરૂપે સહાય નથી કરતી, તો પણ શ્રુત પ્રાપ્તિના ભાવથી શ્રુતદેવીને કરાયેલી સ્તુતિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયમાં અને જ્ઞાનવૃદ્ધિમાં કારણ (નિમિત્ત) બને છે. સમ્યજ્ઞાન મોક્ષનો માર્ગ બતાવે છે. સાચું સુખ મોક્ષમાં છે, એટલે સમ્યજ્ઞાન દ્વારા સાચા સુખની પ્રાપ્તિની પ્રાર્થના આ સ્તુતિમાં છે, એમ કહી શકાય.
આ ગાથા બોલતાં સાધક સરસ્વતી દેવીના બાહ્ય અને અંતરંગ સ્વરૂપને સ્મરણમાં લાવે અને ભાવપૂર્ણ હૃદયે તેમને ઉપરમાં જણાવ્યું તે રીતે પ્રાર્થના કરતાં વિચારે કે,
સ્વર્ગલોકની સાહ્યબી વચ્ચે પછા જડ પદાર્થોના ઝાકઝમાળને છોડી જે સરસ્વતીદેવી શ્રુત માટે ભક્તિવાળા થયા છે તે શ્રુતદેવીની સહાય મેળવી હું પણ શ્રુતજ્ઞાનના માર્ગે આગળ વધી આત્મિક સુખને શીધ્ર પામું.”