________________
સંસારદાવાનલ સ્તુતિ
સૂત્ર પરિચય : આ સૂત્ર ચાર થોયના જોડા સ્વરૂપ છે. તેની પ્રથમ ગાથામાં વીર ભગવાનની સ્તુતિ કરેલી છે. તેથી આ સૂત્રનું બીજું નામ “વીર જિન સ્તુતિ છે.
આ સ્તુતિની રચનાત્મક વિશેષતા એ છે કે, તે જોડાક્ષર વિનાની સમસંસ્કૃત પ્રાકૃત ભાષામાં છે.
આ સૂત્રની રચના પ્રકાંડ વિદ્વાન, ૧૪૪૪ ગ્રંથના રચયિતા પ. પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ કરી છે. તે અંગે જાણવા જેવું મળે છે કે, તેમના બે શિષ્ય હંસ અને પરમહંસ બૌદ્ધ સાધુઓ દ્વારા હણાયા હતા. બે મહાવિદ્વાન શિષ્યોના અવસાનથી પ. પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મ. સા. ને અત્યંત દુઃખ થતાં તેઓએ બૌદ્ધો સાથે વાદ ચાલુ કર્યો. તે વાદમાં એવું નક્કી થયું કે, જે હારે તેને ઊકળતા તેલની કડાઈઓમાં બાળી મારવામાં આવશે. છ મહિનાને અંતે પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મ. નો વિજય થયો, પરંતુ શિષ્યોના અવસાન અને બૌદ્ધ સાધુઓના વ્યવહારથી તેઓશ્રી અત્યંત આવેશમાં આવી ગયા. આ વાતની જાણ થતાં, તેમના ગુરુએ શિષ્યના આવેશને ઠારવા, તેને ઉપશમ ભાવમાં લાવવા અને હિંસાથી અટકાવવા સંક્ષેપમાં ચારિત્રને જણાવનારી ગુખ માસમ્મી આદિ ૯ ભવોનું વર્ણન કરતી ત્રણ ગાથા લખીને મોકલી. તેનાથી તેમનો ક્રોધ શાંત થયો અને ૧૪૪૪ બૌદ્ધ સાધુને મારવાના સંકલ્પથી બંધાયેલ કર્મની શુદ્ધિ માટે પ્રાયશ્ચિતરૂપે તેમણે ૧૪૪૪ ગ્રંથોની રચના કરવી એવું નક્કી થયું. ગ્રંથરચનાનો