________________
શ્રી સંસારદાવાનલ સ્તુતિ
પ્રારંભ થયો, ૧૪૪૦ ગ્રંથો રચાઈ ગયા. ત્યાં તો તેમનું આયુષ્ય પૂર્ણ થવા આવ્યું. છેલ્લે આ સંસા૨દાવાની ચાર ગાથાઓ સ્વરૂપ ચાર ગ્રંથોની રચનાનો પ્રારંભ કર્યો. ત્રણ ગાથાની રચના થઈ, ચોથી ગાથાનું એક ચરણ લખાયું અને આયુષ્ય પૂર્ણ થઈ ગયું. ત્યારે સંઘ એકત્રિત થયો અને સંઘના વિદ્વાનોએ તેઓના અભિપ્રાય મુજબ ‘ભવિરહ’થી અંકિત છેલ્લાં ત્રણ ચરણો પૂર્ણ કર્યાં. જાણવા મળ્યા મુજબ ત્યારથી આ ત્રણ ચરણો પખી, ચૌમાસી કે સંવત્સરી પ્રતિક્રમણમાં સૌ સાથે મળીને બોલે છે.
૨૩૫
તેની પહેલી ગાથામાં ચાર વિશેષણોથી અલંકૃત વીર ભગવાનની સ્તુતિ કરવામાં આવી છે. બીજી ગાથામાં સર્વ ભગવાનનાં ચરણકમળોની કેવી વિશિષ્ટ વ્યક્તિઓ ઉપાસના કરે છે અને ઉપાસના કરનારને કેવાં ફળ મળે છે, તે જણાવવા દ્વારા સર્વ જિનની સ્તુતિ કરવામાં આવી છે. ત્રીજી ગાથામાં વી૨ ભગવાનના આગમને સાગર સાથે સરખાવી, આગમમાં સાગરની જેમ કેવી વિશેષતાઓ છે, તે જણાવીને શ્રુતજ્ઞાનની સ્તવના કરવામાં આવી છે અને ચોથી ગાથામાં શ્રુતદેવીની સ્તુતિ કરીને તેની પાસે ‘ભવિરહ’ની માંગણી કરવામાં આવી છે. ભવિરહ શબ્દ આ કૃતિ પૂ.આ.શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાની છે તેનો સૂચક છે.
આત્મશુદ્ધિના ઉપાયરૂપ આ પ્રતિક્રમણની ક્રિયા વર્તમાન શાસનાધિપતિ પ્રભુવીરથી પ્રાપ્ત થઈ છે. તેઓ પ્રત્યેનાં કૃતજ્ઞભાવને વ્યક્ત કરવા તથા આ ક્રિયા દ્વારા પોતાના આત્માની જે શુદ્ધિ થઈ છે, તેનો આનંદ વ્યક્ત ક૨વા શ્રાવિકાઓ રોજ દૈવસિક અને રાઈએ પ્રતિક્રમણમાં છ આવશ્યક પૂર્ણ થતાં આ સ્તુતિ બોલે છે. શ્રાવકો ત્યારે ‘નમોડસ્તુ વર્ધમાનાય’ અને ‘વિશાલ-લોચન’ની સ્તુતિ બોલે છે.
વળી, ક્યારેક આ સ્તુતિઓનો ઉપયોગ થોયના જોડા તરીકે પણ થાય છે. તથા પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં આ સ્તુતિ સજ્ઝાયના સ્થાને બોલાય છે.
મૂળ સૂત્ર :
સંસાર-વાવાનજી-વાદ-નીર, સંમોદ-વૃષ્ટી-દરને સમીર । માયા-રસા-દ્વારળ-સાર-સીર, નમામિ વીર શિરિ-સાર-ધીર ।।।।