________________
૨૯૬
સૂરસંવેદના-૨
રીતે ગુણવાન આત્માઓની અસમાધિને ટાળવાનું કામ શાસન-રક્ષક દેવો કરતા હોય છે.
રવિ શાક - કાયોત્સર્ગ કરું છું. સમ્યગ્દર્શનાદિ ગુણવાળા જે જે દેવોએ જૈનશાસનની સેવા કરી છે, અનેક . ઉપદ્રવોનું નિવારણ કરી સંઘમાં પુનઃ શાંતિનું પ્રસ્થાપન કર્યું છે, ધર્મી આત્માની સમાધિમાં સહાયક બન્યા છે, તે તે સમ્યગ્દષ્ટિ દેવોને યાદ કરી તેમના આ ઉત્તમ કાર્યની અનુમોદનાર્થે અથવા પ્રમાદમાં પડેલા તે દેવોને પ્રોત્સાહિત કરવા માટે હું કાયોત્સર્ગ કરું છું.
સમ્યગ્દષ્ટિ દેવોના સ્મરણ માટે, તેમના ગુણોની પ્રશંસા માટે કે તેમને પ્રસન્ન કરવા માટે તેમને ઉત્તમ વસ્તુનું અર્પણ આદિ ઘણાં કાર્ય થઈ શકે તેમ છે, તોપણ અહીં તે ન કરતાં કાયોત્સર્ગ કરવાનું વિધાન કર્યું. તેનું કારણ એવું લાગે છે કે, ચૈત્યવંદનની આ ક્રિયા ભાવસ્તવરૂપ છે. ભાવસ્તવરૂપ આ ક્રિયામાં ભાવનું પ્રાધાન્ય છે. તેથી કાયોત્સર્ગ દ્વારા ભાવથી તેમનું સ્મરણ કરવામાં આવે છે. વળી વસ્તુના અર્પણ આદિમાં તો પાપક્રિયા (સાવદ્ય) પણ થાય. જ્યારે આ તો નિરવદ્ય ઉપાય છે. અરિહંતાદિના ધ્યાનમાં લીન થવારૂપ ભાવ ઉત્તમ હોઈ, આ પ્રસંગે આવા ઉત્તમ ભાવનું પ્રદાન વિશેષ લાભનું કારણ બની શકે માટે ચૈત્યવંદનની ક્રિયામાં તે દેવના સ્મરણ માટે કાયોત્સર્ગ કરવામાં આવે છે.
અન્ય સ્થળે આ દેવોના આહ્વાન આદિ માટે બલિ-બાકળા કે ઉત્તમ દ્રવ્યનું પ્રદાન કરવાનો વિધિ પણ જોવા મળે છે, માટે શાસ્ત્રીય વિધાન હોય ત્યાં તે ન થાય તેવું પણ નથી.
જિજ્ઞાસા: ચૈત્યવંદનાદિ ક્રિયામાં ઔચિત્ય માટે આવા દેવોને યાદ કરવા તે ઠીક વાત છે, પરંતુ સ્મરણ કરવા છતાં તેઓ આવતા તો નથી તો શા માટે તેમને યાદ કરીને કાયોત્સર્ગ કરવાનો ?
તૃપ્તિ : દેવોનું સ્મરણ કરીને જ્યારે જ્યારે કાયોત્સર્ગ કરવામાં આવે ત્યારે ત્યારે તે દેવો આવે કે ન આવે તો પણ કાયોત્સર્ગ કરનારને પુણ્ય-બંધ, વિધ્વઉપશમનાદિ શુભ ફળ મળે છે. જેમ પરમાત્માને પ્રાર્થના કરવાથી. પરમાત્મા આવતા ન હોવા છતાં, તે પ્રાર્થના વગેરેથી કાર્યસિદ્ધિ થાય છે, તેમ આ