________________
શ્રી વેયાવચ્ચગરણં સૂત્ર
૨૯૭
કાયોત્સર્ગ પણ શાસ્ત્રકારોએ (જ્ઞાનીઓએ) બતાવેલ છે. આથી કાયોત્સર્ગ કરવો જોઈએ, તેવું આપ્તપુરુષનું વચન છે.
ચૈત્યવંદન દ્વારા પ્રાપ્ત થયેલા શુભ ભાવોમાં જે જે નિમિત્તરૂપ બને છે, તેમને યથાયોગ્ય રીતે નમન-વંદન કે સ્મરણ કરવું મારે માટે યોગ્ય જ છે, તેમ માનીને જે સાધક ચૈત્યવંદનમાં “જાવંત કે વિ સાહૂ” સૂત્ર બોલવા દ્વારા ભાવસ્તવને કરનારા સાધુને વંદન કરે છે, “પુખરવરદી” બોલવા દ્વારા ચૈત્યવંદનાદિ શુભ અનુષ્ઠાનને બતાવનાર શ્રુતજ્ઞાનને વંદન કરે છે, “સિદ્ધાણં બુદ્ધાણં' બોલીને ચૈત્યવંદનનું અંતિમ ફળ જેણે પ્રાપ્ત કર્યું છે, તેવા સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરે છે અને તેની જેમ જ શાસનની સેવા, રક્ષા અને યોગ્યાત્માઓને સમાધિ વગેરેમાં સહાયક બનનારા દેવોનું આ સૂત્ર બોલી સ્મરણ કરે છે. આ રીતે કૃતજ્ઞતા ભાવથી આ સૂત્ર દ્વારા સાધક પોતાના ઔચિત્યનું પાલન કરે છે.