________________
સૂત્રસંવેદના-૨
છે, પરંતુ તે સર્વ જીવોમાં પણ પ્રત્યેક અરિહંતનો આત્મા જુદો જ હોય છે. તેમનું તથાભવ્યત્વ જ એવું વિશિષ્ટ કોટિનું હોય છે કે, તેઓ જ્યાં હોય ત્યાં વિશિષ્ટ ભાવને પામે છે. અંતિમ ભવમાં તો તીર્થંકરનામકર્મના ઉદયથી સર્વશ્રેષ્ઠ સમૃદ્ધિને તેઓ પામે જ છે, પરંતુ એકેન્દ્રિયાદિના ભવમાં પૃથ્વીકાયના જીવોમાં ચિંતામણિ રત્ન, પદ્મરાગ રત્ન વગેરે ઉત્તમ રત્નોની જાતિમાં ઉત્તમરૂપે ઉત્પન્ન થાય છે. અપુકાયમાં તે તે મહાન તીર્થોદક (તીર્થજલ) રૂપે ઉત્પન્ન થાય છે. તેઉકાયમાં મંગલદીપ આદિરૂપે ઉત્પન્ન થાય છે.વાયુકાયમાં હોય ત્યારે મલયાચલ પર્વતના વસંતઋતુકાલીન મૃદુ. શીતલ અને સુગંધી વાયુ વગેરેરૂપે ઉત્પન્ન થાય છે. વનસ્પતિકાયમાં હોય ત્યારે ઉત્તમ પ્રકારના ચંદન, કલ્પવૃક્ષ, પારિજાત, આમ્ર, ચંપક, અશોક વગેરે વૃક્ષના રૂપમાં અથવા ચિત્રાવેલ, દ્વાક્ષાવેલ, નાગવેલ વગેરે પ્રભાવશાળી ઔષધિઓમાં ઉત્પન્ન થાય છે. બેઇન્દ્રિયમાં દક્ષિણાવર્ત શંખ, શુક્તિકા, શાલિગ્રામ આદિમાં ઉત્પન્ન થાય છે. આ રીતે તેઇન્દ્રિય, ચરિંદ્રિય અને પંચેન્દ્રિય તિર્યંચમાં સર્વોત્તમ પ્રકારના હાથીરૂપે અથવા સારાં લક્ષણોવાળા અશ્વરૂપે થાય છે. આ રીતે ઔદિયક ભાવની અવસ્થાઓ પણ તેમને સર્વથી શ્રેષ્ઠ કોટિની પ્રાપ્ત થાય છે.
८०
વળી, કર્મના ક્ષયોપશમ કે, ક્ષયથી ઉત્પન્ન થતા સમ્યક્ત્વાદિ ગુણો પણ તેમના વિશેષ પ્રકારના હોય છે. અન્ય જીવો દર્શનમોહનીયના ક્ષયોપશમ કે ક્ષયથી સામાન્ય બોધિને પામે છે. જ્યારે અરિહંતના આત્માઓ દર્શનમોહનીય કર્મના ક્ષયોપશમ કે ક્ષયથી સર્વ જીવોને શાસન પમાડવાની ઈચ્છારૂપ વરબોધિને પામે છે. અન્ય જીવો ઘાતિકર્મના નાશથી કેવળજ્ઞાનાદિ ગુણો પ્રાપ્ત કરીને મોક્ષમાં જાય છે. જ્યારે અરિહંતના આત્માઓ કેવળજ્ઞાન પામી તીર્થની સ્થાપના કરીને, અનંતા જીવોને ત૨વાનો માર્ગ બતાવી મોક્ષમાં જાય છે. આ રીતે માર્ગદેશકાદિ ગુણો પણ તેમના વિશેષ હોઈ તેઓ લોકોત્તમ પુરુષ કહેવાય છે.
આ પદ બોલતાં આવા લોકોત્તમ પુરુષને સ્મરણમાં લાવી, તેમના ગુણો પ્રત્યે આદર અને અહોભાવ ઉલ્લસિત કરીને નમસ્કાર કરતાં એવી ભાવનાનો સ્રોત વહાવીએ કે -
“હે જગતવત્સલ પિતા ! આપ જેમ લોકોત્તમ પુરુષ બન્યા છો, તેમ આપને કરાતો મારો સામાન્ય પટ્ટા નમસ્કાર લોકોત્તમપણાનું કારણ બનો !’”