________________
સૂત્રસંવેદના-૨
સુરક્ષિત છે જ પણ અન્યનેય તેઓથી કોઈ ભય રહેતો નથી. આ પદ બોલતાં સાધક વિચારે કે,
૩૪.
“પરમાત્મા જ દુર્ગતિથી, જીવોના વધથી અને કર્મના સંબંધથી છોડાવવા દ્વારા મારું રક્ષણ કરનારા છે. આવાં દુ:ખોમાંથી બચાવવાની શક્તિ પરમાત્મા કે પરમાત્માની વાણી સિવાય બીજા કોઈ પાસે નથી. આથી જો આ મુસીબતોથી માટે સુરક્ષિત રહેવું હોય તો પરમાત્માના વચનને એક ક્ષણ પણ ભૂલવું ન જોઈએ.”
આવી સંવેદના સાથે પરમાત્માનું જગતના રક્ષક સ્વરૂપે ધ્યાન થાય તો ઉપરોક્ત ત્રણે બાબતોથી ચોક્કસ રક્ષણ પ્રાપ્ત થાય છે.
ના-બંધવ ! - હે જગબંધુ !
લોહીની સગાઈથી બંધાયેલા ભાઈ કે, નિકટવર્તી સ્વજનોને બાંધવ કહેવાય છે. સંસારમાં સામાન્ય રીતે એવો નિયમ છે કે, પોતાના બાંધવો સુખ-દુઃખમાં સાથે રહે છે. રામ-લક્ષ્મણ, કૃષ્ણ-બળદેવ, પાંચ પાંડવો વગેરેની જેમ પરમાત્મા પણ એક સગા ભાઈની જેમ સંપૂર્ણ જગતના હિતચિંતક સ્વરૂપે જગતની સાથે રહે છે, આથી પરમાત્માને જગતના બાંધવ કહેવાય છે.
સંસારમાં બાંધવો સાથે ૨હે જ એવું હંમેશા બનતું નથી, ઘણીવાર દુ:ખના સમયે ભાઈ દૂર પણ થઈ જાય છે, પરંતુ જગતનું કલ્યાણ કરવાની ઈચ્છાવાળા જગતના બંધુ સમાન પરમાત્મા એક માત્ર એવા છે કે, જેઓ દુઃખના સમયે પણ કદી દૂર થતા નથી.
જે ભક્તના હૃદયમાં પરમાત્મા બિરાજમાન હોય છે, તે ભક્ત પરમાત્માના પ્રભાવે સંસારની આપત્તિઓમાંથી હેમખેમ ઊગરી જાય છે.
કોઈકવાર પાપકર્મના પ્રબળ ઉદયથી તેને દુ:ખ આવે તોપણ પરમાત્માના પ્રભાવે તેની મન સ્થિતિ સમાધિવાળી હોય છે એટલે તેને બાહ્ય આપત્તિ પણ આપત્તિરૂપ લાગતી નથી, પરંતુ પોતાના કર્મક્ષયનું સાધન લાગે છે, આથી જ તે અત્યંત સમાધિપૂર્વક તેને સહન કરી શકે છે, માત્ર સહન કર્રે છે તેમ નહિ, પરંતુ જેમ સારો વેપારી ‘ગ્રાહકની ગાળ' દુઃખકારક છતાં કમાણીનું સાધન