________________
અરિહંતચેઈયાણં સૂત્ર
આ પદ બોલતાં સાધક વિચારે કે -
“સંસારનો નિસ્તાર કરી જો મારે મોક્ષમાં જવું હશે તો આ અનુપ્રેક્ષા વિના ચાલશે જ નહિ. તેથી ચૈત્યવંદનના એક એક પદનો અભ્યાસ કરી, તેની ઊંડી અનુપ્રેક્ષા કરી એક એક પદ એવી રીતે બોલું કે જેને કારણે અરિહંતાદિમાં લીન બની આત્માનો આનંદ અત્યારે જ માણી શકું !” વજ્રમાળી! – વૃદ્ધિ પામતાં (શ્રદ્ધાદિ વડે હું કાયોત્સર્ગ કરું છું.)
૨૧૭
કાયોત્સર્ગના સાધનભૂત શ્રદ્ધા આદિ જે ભાવો છે તે તે જ અવસ્થાવાળા નહિ; પરંતુ વૃદ્ધિ પામતા લેવાના છે. એકવાર શ્રદ્ધા, મેધા આદિનો જે ભાવ થયો તે તેટલો ને તેટલો નહિ, પરંતુ દિન-પ્રતિદિન તેમાં વિકાસ અને વૃદ્ધિ થવી જોઈએ.
સતત વૃદ્ધિ પામતાં આ શ્રદ્ધા-મેધાદિનાં પરિણામો જ એવા છે કે, તપૂર્વક ચૈત્યવંદનાદિની ક્રિયા કરવાથી આત્મા એક અપૂર્વ આનંદને પ્રાપ્ત કરી શકે છે. આથી જ સાધ તે માર્ગે આગળ વધતો વધતો છેક અપૂર્વકરણની મહાસમાધિને પ્રાપ્ત કરીને, તેના દ્વારા ક્ષપકશ્રેણી માંડી ઘનઘાતિ કર્મોના સમૂહનો નાશ કરી, કેવળજ્ઞાનની મહાન લક્ષ્મીને પ્રાપ્ત કરી શકે છે. આથી જ આ શ્રદ્ધાદિ પરિણામોને અપૂર્વકરણરૂપ મહાસમાધિના બીજ(કારણ) કહ્યા છે.
જિજ્ઞાસા : કાયોત્સર્ગ કરતાં આ કાયોત્સર્ગ હું શ્રદ્ધાદિથી કરું છું, તેવું સૂત્ર દ્વારા બોલવાની શી જરૂર ?
તૃપ્તિ : આ રીતે બોલવાથી મનમાં એક પ્રણિધાન થાય છે કે, મારે આ કાયોત્સર્ગ એમને એમ કરી જવાનો નથી, પણ શ્રદ્ધાદિના પરિણામપૂર્વક કરવાનો છે. જો તે રીતે હું કાયોત્સર્ગ કરીશ તો જ મારો કાયોત્સર્ગ સફળ થશે. ‘હા’ એવું બને કે તે શ્રદ્ધાદિના પરિણામમાં તરતમતા ચોક્કસ હોઈ શકે. કોઈક વાર આ શ્રદ્ધાદિનો પરિણામ મંદ મંદતર પણ હોઈ શકે છે અને કોઈક વાર તે જ પરિણામ તીવ્ર-તીવ્રતર પણ હોઈ શકે, કોઈપણ પ્રકારના શ્રદ્ધાદિ પરિણામપૂર્વક કાયોત્સર્ગ થાય તો જ બોલેલું સાર્થક કહેવાય, નહિ તો આ શબ્દ પ્રયોગ નકામો ઠરે અને બુદ્ધિમાન કદી આવો નિરર્થક શબ્દપ્રયોગ ન કરે.