________________
જયવીરાય સૂત્ર
૧૮૭
જેઓ આવા તીવ્ર ભાવવાળા નથી, પણ પ્રકૃતિથી ભદ્રક પરિણામવાળા છે, ભગવાન કે, પ્રાર્થિત ચીજોનું વિશેષ સ્વરૂપ જાણતા નથી, પરંતુ “આ ચૈત્યવંદન સંસારનો નાશ કરી મોક્ષને પ્રાપ્ત કરાવનાર છે, તેવું ભગવાને કહ્યું છે, તેથી મારે કરવું જોઈએ, - આવા સામાન્ય ભાવવાળા છે, વળી સંયોગ મળે તો પોતાની બુદ્ધિ અનુસાર વિશેષને જાણવાની ઈચ્છાવાળા છે, તેવા આત્માને આ ચૈત્યવંદન સામાન્ય પુણ્યબંધ અને કર્મનિર્જરા રૂપ સામાન્ય લાભનું કારણ થાય છે. જેને કારણે ભવિષ્યમાં સારા સંયોગો પામી તેઓ ચોક્કસ વિશેષ લાભને પ્રાપ્ત કરી શકે છે.
જેઓ આવા પણ નથી, પરંતુ માત્ર કુળમર્યાદાથી કે ગતાનુગતિક રીતે માત્ર આ શબ્દો બોલીને જ ચૈત્યવંદનની ક્રિયા કરે છે, તેઓની આ ક્રિયા સફળ થતી નથી.
આ બે ગાથાઓ ગણધરકૃત છે અને હવે પછીની ગાથાઓ ત્યાર પછીના ગીતાર્થ ગુરુ ભગવંતોની બનાવેલી છે. પરંતુ ભાવવૃદ્ધિનું કારણ હોઈ પાછળથી અહીં તેનો પ્રક્ષેપ થયો છે. .
वारिजइ जइवि नियाणबंधणं वीयराय ! तुह समये तहवि मम # સેવા મ મ તુહ વUIvi - હે વિતરાગ ! જો કે, તમારા સિદ્ધાંતમાં નિયાણું કરવાનો નિષેધ કરાયો છે, તો પણ ભવોભવ તમારાં ચરણોની સેવા મને પ્રાપ્ત થાઓ !
ધર્મના બદલામાં આ લોક કે પરલોક સંબંધી કોઈપણ ભૌતિક સુખની આકાંક્ષા-ઈચ્છા કે, માંગણી કરવી તે નિદાન કહેવાય છે. જેને સિદ્ધાંત પ્રમાણે સઘળોય ધર્મ નિરાકાંક્ષ ભાવે કરવાનો છે, તેથી આવી પણ માંગણી પ્રથમ નજરે જોતાં તો નિદાનસ્વરૂપ જ લાગે, તોપણ વાસ્તવિક રીતે જોતાં તે નિયાણું નથી. કેમ કે - શાસ્ત્રમાં ભૌતિક આકાંક્ષાને “નિયાણું કહેલ છે. પરંતુ આધ્યાત્મિક સુખ માટે ઉપયોગી ચીજની આકાંક્ષાને નિયાણું કહેલ નથી.
મોક્ષ અનિચ્છા સ્વરૂપ છે. તેથી કોઈપણ પ્રકારની ઈચ્છા કે, માંગણી મુમુક્ષુ માટે યોગ્ય નથી. તોપણ જ્યાં સુધી આત્મામાં મોહનું અસ્તિત્વ છે, ત્યાં સુધી કોઈને
12. નિદાન ધર્મના બદલામાં આ લોક કે પરલોક સંબંધી ભૌતિક સુખની માંગણી કરવી તે
નિદાન છે. તેના ત્રણ પ્રકાર છે. ૧. રાગગર્ભિત, ૨. શ્રેષગર્ભિત, ૩. મોહગર્ભિત.