Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૨૨.
| અશુચિ (ચાલુ)
નથી. ઊની રેતીમાં આતાપના લેવી પડે છે. માવજીવ ઊનું પાણી પીએ છે. ગૃહસ્થને ઘેર તેઓ બેસી શકતા નથી. શુદ્ધ બ્રહ્મચર્ય પાળે છે. ફૂટી બદામ પણ પાસે રાખી શકતા નથી. અયોગ્ય વચન તેઓથી બોલી શકાતું નથી. વાહન તેઓ લઇ શકતા નથી. આવા પવિત્ર આચારો ખરે ! મોક્ષદાયક છે. પરંતુ નવ વાડમાં ભગવાને સ્નાન કરવાની ના કહી છે એ
વાત તો મને યથાર્થ બેસતી નથી. સત્ય, શા માટે બેસતી નથી? જિજ્ઞાસુ કારણ એથી અશુચિ વધે છે. સત્ય કઈ અશુચિ વધે છે? જિજ્ઞાસુ શરીર મલિન રહે છે એ. સત્ય૦. ભાઇ, શરીરની મલિનતાને અશુચિ કહેવી એ વાત કંઈ વિચારપૂર્વક નથી. શરીર પોતે
શાનું બન્યું છે એ તો વિચાર કરો. રક્ત, પિત્ત, મળ, મૂત્ર, શ્લેષ્મનો એ ભંડાર છે. તે પર માત્ર ત્વચા છે; છતાં એ પવિત્ર કેમ થાય ? વળી સાધુએ એવું કંઈ સંસારી કર્તવ્ય કર્યું ન
હોય કે જેથી તેઓને સ્નાન કરવાની આવશ્યકતા રહે. જિજ્ઞાસુ પણ સ્નાન કરવાથી તેઓને હાનિ શું છે? સત્ય૦ એ તો સ્થૂળબુદ્ધિનો જ પ્રશ્ન છે. નાહવાથી અસંખ્યાતા જંતુનો વિનાશ, કામાગ્નિની
પ્રદીપ્તતા, વ્રતનો ભંગ, પરિણામનું બદલવું, એ સઘળી અશુચિ ઉત્પન્ન થાય છે અને એથી આત્મા મહામલિન થાય છે. પ્રથમ એનો વિચાર કરવો જોઇએ. શરીરની, જીવહિંસાયુક્ત જે મલિનતા છે તે અશુચિ છે. અન્ય મલિનતાથી તો આત્માની ઉજ્જવળતા થાય છે, એ તત્ત્વવિચારે સમજવાનું છે; નાહવાથી વ્રતભંગ થઈ આત્મા મલિન થાય છે; અને
આત્માની મલિનતા એ જ અશુચિ છે. જિજ્ઞાસુ- મને તમે બહુ સુંદર કારણ બતાવ્યું. સૂક્ષ્મ વિચાર કરતાં જિનેશ્વરનાં કથનથી બોધ અને
અત્યાનંદ પ્રાપ્ત થાય છે. વાર, ગૃહસ્થાશ્રમીઓને જીવહિંસા કે સંસારકર્તવ્યથી થયેલી
શરીરની અશુચિ ટાળવી જોઇએ કે નહીં? સત્ય સમજણપૂર્વક અશુચિ ટાળવી જ જોઈએ. જૈન જેવું એક્કે પવિત્ર દર્શન નથી; અને તે
અપવિત્રતાનો બોધ કરતું નથી. પરંતુ શૌચાશૌચનું સ્વરૂપ સમજવું જોઇએ. (પૃ. ૯૭-૮) | અસત્ય (મૃષા) [ અસત્ય બોલ્યા વિના માયા થઈ શકતી નથી. વિશ્વાસઘાત કરવો તેનો પણ અસત્યમાં સમાવેશ થાય
છે. ખોટા દસ્તાવેજો કરવા તે પણ અસત્ય જાણવું. અનુભવવા યોગ્ય પદાર્થનું સ્વરૂપ અનુભવ્યા વિના અને ઇન્દ્રિયથી જાણવા યોગ્ય પદાર્થનું સ્વરૂપ જાણ્યા વિના ઉપદેશ કરવો તે પણ અસત્ય જાણવું. તો પછી તપપ્રમુખ માનાદિની ભાવનાથી કરી, આત્મહિતાર્થ કરવા જેવો દેખાવ, તે અસત્ય હોય જ એમ જાણવું. કોઈ પૂછે કે લોક શાશ્વત કે અશાશ્વત તો ઉપયોગપૂર્વક ન બોલતાં, “લોક શાશ્વત', કહે તો અસત્ય વચન બોલાયું એમ થાય. તે વચન બોલતાં લોક શાશ્વત કેમ કહેવામાં આવ્યો, તેનું કારણ ધ્યાનમાં